હોસ્પિટલના વોર્મરમાં ફૂલ જેવી બાળકી જીવતી ભૂંજાઈ
કાનપુર હોસ્પિટલની બેદરકારીમાં નવજાત બાળકીનું કમકમાટીભર્યું મોત, હોસ્પિટલ સામે FIRની માંગ

વોર્મરમાં ફૂલ જેવી બાળકી જીવતી ભૂંજાઈ

વોર્મરમાં ફૂલ જેવી બાળકી જીવતી ભૂંજાઈ
જેના ઘરે પારણું બંધાયું હતું, જ્યાં ખુશીઓના ગીતો ગવાતા હતા, ત્યાં આજે માતમનો સન્નાટો છે. વિચારો, એક પિતા જેણે હજુ ગણતરીની મિનિટો પહેલા પોતાની દીકરીનો કિલકિલાટ સાંભળ્યો હોય... એક દાદી જે 'લક્ષ્મી' આવ્યાના વધામણાં કરતી હોય... અને એક માતા જે ઓપરેશનના દુખાવા વચ્ચે પણ પોતાની બાળકીને ખોળામાં લેવા તલપાપડ હોય... એ પરિવારને જ્યારે એમ કહેવામાં આવે કે તમારી દીકરી હવે આ દુનિયામાં નથી, એટલું જ નહીં, પણ તે જીવતી સળગી ગઈ છે
કાનપુરના બિઠૂર વિસ્તારમાં આવેલી રાજા નર્સિંગ હોમમાં રવિવારે સાંજે એક એવી ઘટના બની જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. હોસ્પિટલના NICU (નવજાત શિશુ સારવાર એકમ)માં રાખવામાં આવેલી એક માસૂમ બાળકી વાર્મર મશીનમાં લાગેલી આગને કારણે જીવતી ભૂંજાઈ ગઈ છે.
#कानपुर के राजा नर्सिंग में एक महिला ने बच्चे को जन्म दिया. अस्पताल ने बच्चे को वार्मर मशीन में रख दिया. लापरवाही से मशीन ऑपरेट की गयी. नवजात बच्चे की जलकर मौत हो गयी.
— Narendra Pratap (@hindipatrakar) February 9, 2026
अस्पताल के खिलाफ अभी तक कोई कार्रवाई नही pic.twitter.com/g1QuEdSyuO
અરુણ નિષાદના ઘરે રવિવારે બપોરે 4 વાગ્યે દીકરીનો જન્મ થયો હતો. પરિવારમાં પહેલી સંતાન હોવાથી સૌ કોઈ ખુશ હતા. પરંતુ નબળાઈને કારણે બાળકીને NICUમાં વાર્મર મશીનમાં રાખવામાં આવી હતી. સાંજના સમયે અચાનક મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી અને જોતજોતામાં ફૂલ જેવી માસૂમ બાળકીનો ચહેરો, છાતી અને પેટ સંપૂર્ણપણે બળીને કાળા પડી ગયા.
સૌથી કરુણ વાત એ છે કે, જે માતાએ નવ મહિના તેને કૂખમાં સાચવી, તે માતાએ પોતાની દીકરીને એકવાર મળવાની તક પણ ન મળી.
5 કલાક સુધી સત્ય છુપાવ્યું
પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ સ્ટાફે આ ભયાનક ભૂલ છુપાવવા માટે 5 કલાક સુધી દીકરીને બતાવવાની ના પાડી. જ્યારે પાણી માથા પરથી ગયું ત્યારે સત્ય સ્વીકાર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે આ માસૂમની જિંદગીની કિંમત રૂ. 2 લાખ આંકી અને પરિવારને મોઢું બંધ રાખવા લાંચની ઓફર કરી. આ સાંભળીને શોકતુર પરિવારનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
ઘટનાની ગંભીરતા જોઈને ACMO રમિત રસ્તોગીએ 3 સભ્યોની તપાસ ટીમ બનાવી છે અને 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અશોક સરોજે જણાવ્યું કે હોસ્પિટલ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાનપુરની આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ સફેદ કોટ પહેરેલા એ લોકોની ગુનાહિત બેદરકારી છે જેમને આપણે ભગવાન માનીએ છીએ. જે વોર્મર મશીન બાળકને હૂંફ આપવા માટે હોય છે, એ જ મશીન માસૂમ માટે ચિતા બની ગયું.
હોસ્પિટલે માનવતા નેવે મૂકીને 2 લાખ રૂપિયામાં એ માસૂમના લોહીનો સોદો કરવાની કોશિશ કરી. આજે આખું કાનપુર પૂછી રહ્યું છે - શું ગરીબના બાળકની જિંદગીની કોઈ કિંમત નથી?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની