બૉયફ્રેન્ડ સામે જ 7 નરાધમોએ મહિલાને પીંખી નાખી
કુકર્મ બાદ ₹10 હજાર પડાવ્યા, પત્રકારે અવાજ ઉઠાવ્યો તો આરોપીના પરિવારે ધોકાવ્યો

7 નરાધમોએ મહિલાને પીંખી નાખી

7 નરાધમોએ મહિલાને પીંખી નાખી
અસમના કછાર જિલ્લાના સિચર શહેર નજીક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં એક 28 વર્ષીય મહિલા પર તેના બૉયફ્રેન્ડની નજર સામે જ 7 શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
આટલું જ નહીં, આરોપીઓએ મહિલાના ખાતામાંથી ₹10,000 પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 5 હજુ ફરાર છે.
ઘટનાની વિગત
19 ફેબ્રુઆરીએ નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિત મહિલા તેના મિત્ર (બૉયફ્રેન્ડ) સાથે સિચર શહેરથી થોડા કિલોમીટર દૂર બાયપાસ રોડ પર કારમાં હતી. આ સમયે એક SUVમાં સવાર થઈને આવેલા કેટલાક શખ્સોએ તેમને ઘેરી લીધા હતા.
આરોપીઓએ પહેલા કપલ સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ હિંસક હુમલો કર્યો હતો. 7 જેટલા નરાધમોએ યુવકને પકડી રાખ્યો અને તેની નજર સામે જ મહિલા પર એક પછી એક બળાત્કાર ગુજાર્યો હતો.
પત્રકાર પર હુમલો થતા મામલો ગરમાયો
શરૂઆતમાં આ મામલે પોલીસ મૌન સેવી રહી હતી, પરંતુ જ્યારે મંગળવારે સિચરના એક પત્રકારે આ ઘટનાનો અહેવાલ આપ્યો, ત્યારે એક આરોપીના પરિવારજનોએ પત્રકાર પર હુમલો કરી દીધો હતો. પત્રકારને નેશનલ હાઈવે પાસે રોકીને "રિપોર્ટિંગ કેમ કર્યું?" તેમ કહીને માર મારવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
કાયદાકીય કાર્યવાહી
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 70(1) (ગેંગ રેપ), 308(5) (ખંડણી), 310(2) (લૂંટ) અને 351(2) (ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધ્યો છે.
રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પણ આ મામલે પોલીસ પાસે અપડેટ માંગી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે પત્રકાર પર હુમલો કરનાર એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની