રેલ્વેના ₹18,509 કરોડના 3 પ્રોજેક્ટ્સને મંજૂરી
પીએમ મોદીના નેતૃત્વમાં રેલ્વે કનેક્ટિવિટીમાં મોટો વધારો, 4 રાજ્યોના 12 જિલ્લાઓને થશે સીધો

કેન્દ્ર સરકાર રેલ્વે પ્રોજેક્ટ્સ

કેન્દ્ર સરકાર રેલ્વે પ્રોજેક્ટ્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલ્વે મંત્રાલયના ત્રણ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. આશરે ₹18,509 કરોડના અંદાજિત ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટ્સ દ્વારા ભારતીય રેલ્વેના નેટવર્કમાં 389 કિલોમીટરનો ઉમેરો થશે. આ વિકાસ કાર્યમાં કસારા-મનમાડ, દિલ્હી-અંબાલા અને બલ્લારી-હોસાપેટ વચ્ચે ત્રીજી અને ચોથી લાઇનનું નિર્માણ કરવામાં આવશે.
ચાર રાજ્યો અને 12 જિલ્લાઓને લાભ :
કેન્દ્ર સરકારની આ જાહેરાતથી મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને કર્ણાટક એમ ચાર રાજ્યોના 12 જિલ્લાઓને વ્યાપક અસર થશે. આ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ આશરે 3,902 ગામોની 9.7 મિલિયન વસ્તી માટે પરિવહન સરળ બનાવશે. લાઇન ક્ષમતા વધવાથી ટ્રેનોની અવરજવરમાં ઝડપ આવશે અને ભીડ ઘટતા રેલ્વેની કાર્યક્ષમતામાં સુધારો થશે.
પ્રવાસન અને રોજગારીને પ્રોત્સાહન :
આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ તૈયાર કરાયા છે. આનાથી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, હમ્પી (UNESCO વર્લ્ડ હેરિટેજ), શ્રી માતા વૈષ્ણો દેવી અને તુંગભદ્ર ડેમ જેવા દેશના મુખ્ય પર્યટન સ્થળોની કનેક્ટિવિટી સુધરશે. આટલું જ નહીં, નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સ્થાનિક પ્રદેશોમાં મોટા પાયે રોજગારી અને સ્વ-રોજગારીની તકો ઊભી થશે.
માલસામાનના વહન માટે ગેમ-ચેન્જર :
ઔદ્યોગિક દૃષ્ટિએ પણ આ પ્રોજેક્ટ્સ મહત્વના છે. કોલસો, સ્ટીલ, સિમેન્ટ, અનાજ અને ખાતર જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આ મુખ્ય માર્ગો છે. ક્ષમતા વિસ્તરણને કારણે દર વર્ષે અંદાજે 96 મિલિયન ટન વધારાના માલસામાનનું પરિવહન થઈ શકશે, જે દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની