ગોવા નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ, 25ના મોત
'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં મોડી રાત્રે સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25ના મોત થયા

સિલિન્ડર બ્લાસ્ટથી આગ

સિલિન્ડર બ્લાસ્ટથી આગ
ગોવાની રાજધાની પણજીથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા અર્પોરા ગામમાં સ્થિત જાણીતા પાર્ટી વેન્યુ 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં મોડી રાત્રે એક મોટો અને દર્દનાક અકસ્માત સર્જાયો હતો. DGP આલોક કુમારના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 12 વાગ્યે અને 4 મિનિટે નાઈટ ક્લબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રસોડામાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ જોરદાર ધમાકા અને આગને કારણે રસોડાના કર્મચારીઓ સહિત કુલ 25 લોકોના મોત થયા હતા, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં 3 લોકોના ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ થયા હતા, જ્યારે બાકીના મોટાભાગના લોકો નાઈટ ક્લબના બેઝમેન્ટમાં જીવ બચાવવા માટે ઘૂસી ગયા હતા, જ્યાં ધુમાડાના કારણે દમ ઘૂંટવાથી તેમના મોત થયા હતા.
નાઈટ ક્લબ ગત વર્ષ 2024માં જ શરૂ કરાયું
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આગ એટલી ભયાનક હતી કે તેને કાબૂમાં લેવામાં ઘણો સમય લાગ્યો હતો. DGP આલોક કુમારે જણાવ્યું કે, આગ બુઝાવી દેવાઈ છે અને તમામ 25 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે હવે નાઈટ ક્લબ મેનેજમેન્ટ સામે બિન-ઈરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રેસ્ટોરન્ટના મેનેજમેન્ટની પૂછપરછ કરી અને પોલીસ પાસેથી વિગતો મેળવી. આ નાઈટ ક્લબ ગત વર્ષ 2024માં જ શરૂ કરાયું હતું.
ઈજાગ્રસ્તોને 50,000નું વળતર આપવાની જાહેરાત
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધારાસભ્ય માઈકલ લોબોએ જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં નાઈટ ક્લબમાં ગંભીર બેદરકારી અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો સુરક્ષાના ધોરણોનું પાલન ન થયું હોવાની પુષ્ટિ થશે તો ક્લબના માલિકો, મેનેજમેન્ટ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, PM મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને PM રાહત ફંડમાંથી મૃતકોના પરિવારોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?