જુગારમાં હારેલા ₹20,000 પતિનો જીવ લઈ ગયા!
માતા-પિતાએ જમાઈના હાથ-પગ પકડ્યા અને પત્નીએ જ રહેંસી નાખ્યો; બરેલીની ઘટના..

પત્નીએ જ પતિનું ગળું ટૂંપ્યું

પત્નીએ જ પતિનું ગળું ટૂંપ્યું
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 9 વર્ષના લાંબા પ્રેમ સંબંધ બાદ લગ્ન કરનાર યુવકની તેની જ પત્નીએ કરપીણ હત્યા કરી નાખી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ હત્યામાં પત્નીના માતા-પિતા અને ભાઈએ પણ સાથ આપ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે રહસ્ય પરથી પડદો ઉંચકી દીધો છે.
સમગ્ર ઘટના
મૃતક જિતેન્દ્ર કુમાર યાદવ અને જ્યોતિના લગ્ન ગત 25 નવેમ્બરે થયા હતા. બંને વિદ્યાર્થીકાળથી એકબીજાના પ્રેમમાં હતા. જિતેન્દ્ર એક કોન્ટ્રાક્ટ વર્કર હતો, જ્યારે જ્યોતિ બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતી હતી.
જોકે, લગ્નના ગણતરીના અઠવાડિયામાં જ પૈસાની બાબતે બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જિતેન્દ્રએ જ્યોતિના ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડીને ઓનલાઇન જુગારમાં હારી ગયા હતા, જે આ હત્યાનું મુખ્ય કારણ બન્યું હતું.
આત્મહત્યાનું નાટક અને પોલીસની તપાસ 26 જાન્યુઆરીના રોજ આ બાબતે ઉગ્ર ઝઘડો થતા જ્યોતિએ તેના પિતા કાલિચરણ, માતા ચમેલી અને ભાઈ દીપકને બોલાવ્યા હતા. આરોપ છે કે માતા-પિતા અને ભાઈએ જિતેન્દ્રને પકડી રાખ્યો હતો અને જ્યોતિએ તેનું ગળું ટૂંપીને હત્યા કરી હતી. પાપ છુપાવવા માટે તેઓએ જિતેન્દ્રના મૃતદેહને મફલર વડે બારીની ગ્રીલ સાથે લટકાવી દીધો જેથી તે આત્મહત્યા લાગે.
પોસ્ટમોર્ટમમાં ખૂલ્યું રહસ્ય:
શરૂઆતમાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો, પરંતુ જિતેન્દ્રના ભાઈ અજયની ફરિયાદ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે મૃત્યુ 'ગૂંગળામણ'ને કારણે થયું હતું, 'લટકવા'ને કારણે નહીં. કડક પૂછપરછમાં જ્યોતિએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે પત્ની અને સાસરિયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની