ફરી એકવાર નવદંપતી ગુમ થયાના સમાચાર, છત્તીસગઢનું કપલ લાપતા
છત્તીસગઢના ખેરગઢનું એક નવદંપતી ગુમ થયું, પત્નીને પિયર મૂકવા નીકળેલું નવદંપતીના છેલ્લા 6 દિવસથી કોઈ સમાચાર નહિ

છત્તીસગઢનું દંપતી 6 દિવસથી ગુમ

છત્તીસગઢનું દંપતી 6 દિવસથી ગુમ
ઈન્દોરના દંપતી રાજા અને સોનમ રઘુવંશીના સમચારે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. હનીમૂન પર ગયેલા રાજા અને પત્ની સોનમ અચાનક ગુમ થયા હતા અને થોડા દિવસો બાદ રાજાની લાશ મળી હતી જે પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું કે પતિ રાજાની હત્યા બીજા કોઈએ નહિ પરંતુ પત્ની સોનમે જ કરી હતી.
તેવા જ સમાચાર ફરી એકવાર સામે આવ્યા છે. છત્તીસગઢના ખેરગઢનું એક નવદંપતી ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. નવદંપતી ઘરેથી ફરવા નીકળ્યા હતા પછી ક્યાં ગયા તેનો કોઈ પત્તો મળ્યો નથી. પતિ નરેન્દ્ર વર્મા તેની પત્ની ટ્વિંકલ વર્મા સાથે 14 જૂન બહાર જવા નીકળ્યા હતા. નરેન્દ્ર તેની પત્ની ટ્વિંકલને પિયર મૂકવા નીકળ્યા હતા. પત્નીના પિયર જવા નીકળેલા દંપતી રસ્તામાંથી ગુમ ગયા હતા.
પરિવારજનોએ બંને વ્યક્તિના ગુમ થયાની ફરિયાદ તારીખ 17 જૂને નોંધાવી હતી. ઘટનાના 7 દિવસ બાદ પણ તપાસ પ્રક્રિયા હજુ ચાલુ જ છે. બે મહિના પહેલા અક્ષય તૃતીયાના દિવસે દંપતી લગ્નવિધિમાં બંધાય હતા. ફરિયાદના પગલે પોલીસ બધી જ રીતે મામલાની તપાસ માટે લાગી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા