સુરતમાંથી દેશવ્યાપી સાયબર ક્રાઈમ રેકેટ પકડાયું: 20 શખ્સોની ધરપકડ
તેલંગાણા સાયબર સિક્યોરિટી બ્યુરોએ 10 દિવસ સુધી આંતરરાજ્ય ઓપરેશન પાર પાડ્યું

તેલંગાણામાં 60 થી વધુ અને ભારતમાં 515 કેસમાં સંડોવાયેલા 20 સાયબર ગુનેગારો ઝડપાયા

તેલંગાણામાં 60 થી વધુ અને ભારતમાં 515 કેસમાં સંડોવાયેલા 20 સાયબર ગુનેગારો ઝડપાયા
સુરતમાંથી દેશવ્યાપી સાયબર ક્રાઈમ રેકેટ ઝડપાયુ છે. તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરો (TGCSB) એ ગુજરાતમાં 10 દિવસનું આંતરરાજ્ય ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને તેલંગાણામાં 60 થી વધુ કેસ અને ભારતમાં 515 કેસોમાં સંડોવાયેલા 20 સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. 1 થી 10 મે સુધી હાથ ધરાયેલા ઓપરેશનમાં 14 બોગસ બેંક ખાતાધારકો અને 6 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ એકલા તેલંગાણામાં ₹4.37 કરોડના છેતરપિંડીભર્યા વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતા 27 બેંક ખાતાઓ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. TGCSB ઓપરેશન્સ વિંગના નેતૃત્વમાં આ પાંચમું મોટું મિશન છે.
તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરો (TGCSB) એ સુરતમાં હાથ ધરેલા આંતરરાજ્ય ઓપરેશન દરમિયાન 20 સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. 10 દિવસના ઓપરેશનમાં તેલંગાણામાં 60 થી વધુ સાયબર ક્રાઈમ કેસ અને દેશભરમાં કુલ 515 કેસોમાં સંડોવાયેલા શખ્સોને પકડવામાં સફળતા મેળવી છે. TGCSB ની બે વિશેષ ટીમોએ સુરતમાં કેમ્પ કર્યો હતી.
તેલંગાણામાં નકલી ચેક દ્વારા ₹22.64 લાખ ઉપાડવામાં આવ્યા
કેસની વિગતો જાહેર કરતા TGCSB ના ડિરેક્ટર શિખા ગોયલે જણાવ્યું હતું કે તેલંગાણામાં નોંધાયેલા 7 કેસ પર અમારી કામગીરી કેન્દ્રિત હતી. જેમાં છેતરપિંડીવાળા ચેક વ્યવહારો અને રોકડ ઉપાડ જેવી શંકાસ્પદ નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. ઓપરેશન દરમિયાન ટીમોએ 14 બોગસ બેંક ખાતાધારકો અને 6 એજન્ટોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ 27 બોગસ બેંક ખાતાઓ ચલાવતા હતા. જેમાં 4.37 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા છે.
ફક્ત તેલંગાણામાં જ નકલી ચેક દ્વારા 22.64 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ અને વાપીની DCB બેંકના રિલેશનશિપ મેનેજર અંકિત કુમાર સિંહનો સમાવેશ થાય છે. તેઓ રોકાણ કૌભાંડો, પાર્ટ-ટાઇમ નોકરી કૌભાંડો અને ટ્રેડિંગ કૌભાંડો સહિત વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. TGCSB એ આરોપીઓ પાસેથી 20 મોબાઇલ, 28 સિમ કાર્ડ, 4 ATM કાર્ડ, 5 ચેક બુક, 2 પાન કાર્ડ, બે રબ્બર સ્ટેમ્પ અને અનેક ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.
સુરતમાંથી ધરપકડ કરાયેલા સાયબર ગુનેગારો
ગુર્જર જયદિપ દિનેશભાઈ (30) -ખાનગી કર્મચારી, વાઘ અજય ભગવાનભાઈ (20) - વિદ્યાર્થી, સાનેપરા ભવદીપ વિઠ્ઠલભાઈ (40) અને ખંડાલા સંજયભાઈ મનસુખભાઈ (33) – રત્ન કલાકાર, લક્ષ્મણરામ થોરી (41) – ભીમાણી રૂત્વિક મુકેશભાઈ (22)-એસી મિકેનિક, માલવી પ્રદીપ કુમાર (24) - ડીજે ઓપરેટર, સઈદ અહેમદ શબ્બીર અહેમદ (32) - ખાનગી નોકરી, પટેલ જેતલભાઈ રામુભાઈ (32) - ખાનગી નોકરી, પટેલ સાદ મોહમ્મદ (20) - ખાનગી નોકરી, રાદડિયા જગદીશ વિનુભાઈ (33) - કાપડના વેપારી, પરદેશી નરેન્દ્રભાઈ રાજુભાઈ(30)-બિઝનેસમેન, વરીયા કલ્પેશભાઈ કેશુભાઈ(29)-ખાનગી નોકરી, સિદ્દીકી ઈસ્તેખાર અહેમદ (47) – ખાનગી નોકરી
પાંડવ ભાર્ગવ અશોકભાઈ (28) – ખાનગી કર્મચારી, લખતરિયા મીત ધીરુભાઈ (22) – ડીજે ઓપરેટર, અંકિત કુમાર સિંહ (26) – રિલેશનશિપ મેનેજર, ડીસીબી બેંક, યશરાજ રાજેશ ચૌધરી (32) – ખાનગી નોકરી, માલનકિયા તુષાર હસમુખભાઈ (25) – ખાનગી નોકરી અને શેખ મોહમ્મદ અતફિશાન ઉર્ફે અતફિશાન રોશિની (21) – વિદ્યાર્થી તરીકે ઓળખ થઈ છે.
ગુનેગારો તેલંગાણાની જેલોમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ
ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને ટ્રાન્ઝિટ વોરંટ પર તેલંગાણા લઈ જવામાં આવ્યા છે. હાલમાં તેઓ તેલંગાણાની અલગ અલગ જેલોમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસ સાથે જોડાયેલા અન્ય ફરાર આરોપીઓને શોધી કાઢવા અને ધરપકડ કરવા TGCSBએ કવાયત હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા