થાણેમાં ગુજરાતી બોલવા ઉપર MNS કાર્યકરે લાફો ઝીંકી દીધો
ગુજરાતી દુકાનદારને ''આ મહારાષ્ટ્ર છે'' એટલે મરાઠી બોલવાનું કહી MNS કાર્યકરે લાફા માર્યા

મહારાષ્ટ્રમાં મરાઠી બોલવાનું કહી દુકાનદારને લાફો માર્યો

મહારાષ્ટ્રમાં મરાઠી બોલવાનું કહી દુકાનદારને લાફો માર્યો
મહારાષ્ટ્રના થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો. દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે. એટલામાં કાર્યકારે આ મહારાષ્ટ્ર છે, તેથી અહીં મરાઠી બોલવી પડશે એમાં બોલ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ પછી મંગળવારે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સાત MNS કાર્યકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
વાયરલ થયેલ વીડિયોમાં MNSના અનેક કાર્યકર્તા દુકાનદારને ઘેરીને તેની સાથે વિવાદ કરતા જોવા મળી રહ્યા છે. દુકાનદર અને કાર્યકર વચ્ચેની ચડસાચડસીમાં મરાઠી બોલવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કારણ કે આ મહારાષ્ટ્ર છે. દુકાનદારે જવાબ આપતા કીધું કે, ''મને ખબર નહોતી કે હવે મરાઠી બોલવું જરૂરી થઈ ગયું છે, મારે હવે મરાઠી શીખવી પડશે.'' દુકાનદારના જવાબ ઉપર કાર્યકરોએ અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને એક એ લાફા પણ ઝીંકી દીધા હતા.
ગયા મહિને MNS નેતા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી હતી કે પહેલા ધોરણથી બાળકોને ફક્ત મરાઠી અને અંગ્રેજી શીખવવામાં આવશે અને હિન્દી ફરજિયાત બનાવવામાં આવશે નહીં. સરકારે પહેલા ત્રણ ભાષા શીખવવાનો નિર્ણય લીધો હતો અને હવે હિન્દી પુસ્તકો પણ છાપવામાં આવ્યાં છે. જો હવે સરકાર તરફથી ફરીથી હિન્દી ફરજિયાત થાય તેનો ઠાકરેને વિરોધ હતો. પત્રકારો સાથે વાત કરતી વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમની ઇચ્છા મુજબ ત્રીજી ભાષા પસંદ કરી શકશે. હિન્દી ફરજિયાત રહેશે નહીં.
16 એપ્રિલના રોજ મહારાષ્ટ્રે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1થી 5 ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવામાં આવી હતી. જોકે રાજ્યનાં ઘણાં સંગઠનો અને રાજકીય પક્ષોએ હિન્દીને ફરજિયાત બનાવવાનો વિરોધ કર્યો હતો. આ કારણે રાજ્ય સરકારે 22 એપ્રિલે હિન્દીને ફરજિયાત બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા