INDORE: 32 કલાકના ટ્રાફિક જામમાં ફસાઇ જવાથી ત્રણના મોત
ઈન્દોર- દેવાસ હાઇવે પર ચાલી રહેલા બાંધકામ અને વરસાદના કારણે ચક્કાજામ થયો હતો, 30 કલાકના આ ટ્રાફિકમાં 3 લોકો મોતને ઘર ઉતર્યા હતા.

ઈન્દોર હાઇવે પર ટ્રાફિકના કારણે 3ના મોત

ઈન્દોર હાઇવે પર ટ્રાફિકના કારણે 3ના મોત
ઇન્દોર-દેવાસ હાઇવે પર ગુરુવારે સાંજે શરૂ થયેલા ટ્રાફિક જામના કારણે 4,000થી વધુ વાહનો ફસાયા હતા અને અંધાધૂંધી સર્જાઈ હતી. લગભગ 8 કિમી લાંબા ઇન્દોર-દેવાસ હાઇવે પર ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા બાદ 30 કલાકમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા હતા. ટ્રાફિક જામના પગલે વહીવટીતંત્ર ઝડપથી કાર્યવાહીમાં આવ્યું હતું.
પ્રાથમિક માહિતી દર્શાવે છે કે, ટ્રાફિક જામ મુખ્યત્વે ચાલી રહેલા હાઇવેના બાંધકામ કાર્ય અને ભારે વરસાદને કારણે ગંભીર પાણી ભરાવાથી થયો હતો. ટ્રાફિકને સાંકડી સર્વિસ લેન તરફ વાળવામાં આવ્યો હતો, જેના કારણે ભારે ભીડ અને અસ્તવ્યસ્ત ટ્રાફિક જામ સર્જાયો હતો. નજીકના ગામડાઓમાંથી પસાર થતા વૈકલ્પિક માર્ગોના અભાવે ટ્રાફિક સંકટ વધુ વકરી ગયું.
ટ્રાફિક જામનો પહેલો ભોગ બનનાર વ્યક્તિ 32 વર્ષીય સંદીપ પટેલ તરીકે ઓળખાયો હતો, જેમને છાતીમાં દુખાવાના પગલે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ ટ્રાફિક જામના કારણે તેમણે રસ્તામાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. શુક્રવારે 62 વર્ષીય કમલ પંચાલ અને 55 વર્ષીય બલરામ પટેલના મૃત્યુના અહેવાલ આવ્યા હતા. કમલના પુત્રના કેહવા મુજબ, ટ્રાફિકના કારણે ભારેપણું અનુભવવાથી તે કારમાં બેભાન થયા હતા અને જ્યારે દેવાસની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડોકરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઇન્દોરના કલેક્ટર આશીષ સિંહે NHAI, IMC, ટ્રાફિક પોલીસ અને PWDના અધિકારીઓને અવિરત ટ્રાફિકની ગતિવિધિ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. ટ્રાફિક જામના કારણે વિપક્ષ કોંગ્રેસે ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા અમિત ચૌરસિયાએ નિષ્ફળ રહેલા વહીવટી અધિકારીઓ અને પોલીસ સામે કાર્યવાહી કરવાની ટીકા કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા