દિવાળીએ વાશીની ઈમારતમાં આગ: 4ના કરૂણ મોત
નવી મુંબઈમાં તહેવારની રોશની વચ્ચે માતમ, 6 વર્ષની બાળકી સહિત ચાર જીવતા ભડથું.

દિવાળીએ વાશીની ઈમારતમાં આગ

દિવાળીએ વાશીની ઈમારતમાં આગ
સમગ્ર દેશમાં જ્યારે દિવાળીની ઉજવણી અને રોશનીનો માહોલ હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં એક કરુણ દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો છે. વાશી સેક્ટર-14 સ્થિત રહેજા રેસીડેન્સી નામની હાઈ-રાઈઝ સોસાયટીમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતાં 6 વર્ષની માસૂમ બાળકી સહિત કુલ ચાર લોકોના દર્દનાક મોત નિપજ્યા છે. આ ગમખ્વાર ઘટનામાં અન્ય સાત વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્રણ માળ સળગ્યા, બચાવ કામગીરીમાં પડકારોપ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના બિલ્ડિંગના 10મા, 11મા અને 12મા માળે સર્જાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે ત્રણ માળને પોતાની લપેટમાં લઈ લીધા હતા, જેના કારણે ઊંચાઈ પર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સતત પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, ઊંચી ઇમારત હોવાને કારણે બચાવ અને રાહત કામગીરી મુશ્કેલ બની હતી.
મૃતકોમાં ૬ વર્ષની બાળકીનો સમાવેશ, શોકનો માહોલમૃત્યુ પામેલા ચાર લોકોમાં 12મા માળે રહેતી એક 6 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ કરુણ મોતના સમાચારથી સમગ્ર વાશી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની મહાનગરપાલિકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.
શોર્ટ સર્કિટ કે ફટાકડા? તપાસના આદેશપ્રાથમિક અનુમાન મુજબ, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. જોકે, દિવાળીનો તહેવાર હોવાથી ફાયર બ્રિગેડના અધિકારીઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે કોઈ ફટાકડાનું રોકેટ બાલ્કનીમાં કે અન્ય જગ્યાએ પડવાથી તો આગ લાગી નથી ને.
હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કોલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે, અને વાશી પોલીસે આ ગંભીર દુર્ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા