દિલ્હીમાં દિવાળી ઉજવાશે પણ ફટાકડા નહી ફૂટે...!
1 જાન્યુઆરી સુધી ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ

ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ

ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ
દિલ્હી સરકારે 1 જાન્યુઆરી સુધી ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પત્ર દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જારી કર્યો છે.ગોપાલ રાયે સોશિયલ મીડિયા દ્વારા પત્ર પણ પોસ્ટ કર્યો અને લખ્યું, "શિયાળામાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર આજથી 1 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લાગુ છે. દિલ્હી સરકારે નોટિસ જાહેર કરી છે. પ્રતિબંધ અંગે તમામ દિલ્હીવાસીઓને સહયોગની વિનંતી કરી હતી.
સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ એર એક્ટ, 1981ની કલમ 31(A) હેઠળ દિલ્હીના NCTમાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને તમામ પ્રકારના "ફટાકડા" ફોડવા પર પ્રતિબંધ છે.
દિલ્હી સરકારે 1 જાન્યુઆરી, 2025 સુધી તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.અને તેમને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી પોલીસને સૂચનાનો અમલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દિલ્હી સરકારે આ પત્રની કોપી તમામ વિભાગોને અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસને પણ મોકલી છે.
નોંધનીય છે કે વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને AQI ખતરનાક સ્તરે પહોંચવાનું શરૂ કરી દીધું છે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ નોઈડા અને ગાઝિયાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં AQI ખતરનાક લાલ નિશાનને પાર કરી ગયો છે. આવનારા સમયમાં આ પ્રદુષણ વધુ વધશે અને તેના કારણે સામાન્ય લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા