ઝાદરાનને મોંઘી પડી સદી ચૂકી જવાની નિરાશા
ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અફઘાન ઓપનરને દંડ અને ડિમેરિટ પોઈન્ટ

ઝાદરાનને મોંઘી પડી સદી

ઝાદરાનને મોંઘી પડી સદી
અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાનને બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.
આ ઘટના 14 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાનની ઇનિંગની 37મી ઓવરમાં બની હતી. 95 રન બનાવીને આઉટ થયા બાદ ઝાદરાન સદી ચૂકી જતાં રોષે ભરાયો હતો. નિરાશામાં તેણે ડ્રેસિંગ રૂમના સાધનો પર બેટ માર્યું હતું, જે તેનું આ વલણ મોંઘું સાબિત થયું.
ઉલ્લેખનીય છે કે, આ સતત બીજી વખત હતું જ્યારે ઝાદરાન માત્ર પાંચ રનથી સદી ચૂકી ગયો હતો. પાછલી ODIમાં પણ તે 95 રન બનાવીને આઉટ થયો હતો. સદીની નજીક પહોંચવા છતાં નિરાશા હાથ લાગતાં તે સહન કરી શક્યો નહીં અને આવેશમાં આવી બેટ વડે ડ્રેસિંગ રૂમમાં પડેલા સાધનો પર પ્રહાર કર્યો હતો.
ઝાદરાનનું આ કૃત્ય ICC આચારસંહિતાની કલમ 2.2 હેઠળ આવે છે, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ક્રિકેટ સાધનો, કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિક્સરને નુકસાન પહોંચાડવા અથવા દુર્વ્યવહાર કરવા સંબંધિત છે. મેચ રેફરી ગ્રીમ લેબ્રૂયે આ નિયમ હેઠળ ઝાદરાન પર દંડ ફટકાર્યો હતો.
ઇબ્રાહિમ ઝાદરાને પોતાની ભૂલ સ્વીકારી લેતાં કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી. છેલ્લા 24 મહિનામાં આ તેનો પહેલો ગુનો છે. નિયમો અનુસાર, જો કોઈ ખેલાડીને બે વર્ષમાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મળે, તો તે સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત થાય છે.
અફઘાનિસ્તાને સીરિઝ પર કર્યો કબજો ક્રિકેટના પરિણામની વાત કરીએ તો, અફઘાનિસ્તાને (AFG vs BAN 3જી ODI) ત્રણ મેચની ODI સીરિઝ પર 3-0થી ક્લીન સ્વીપ કરીને કબજો કર્યો હતો. ત્રીજી ODIમાં, અફઘાનિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા હતાં. તેના જવાબમાં, બાંગ્લાદેશ 93 રનમાં ઓલઆઉટ થયું હતું અને અફઘાનિસ્તાને અંતિમ ODI 200 રનના મોટા માર્જિનથી જીતી હતી. અગાઉ, તેણે બીજી ODI 81 રનથી જીતી હતી અને પ્રથમ મેચ પાંચ વિકેટથી જીતી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.