WI ની લડાયક પારી: ભારતને જીતવા 121 રનનો લક્ષ્યાંક
ફોલો-ઓન છતાં WI નો સંઘર્ષ; કૅમ્પબેલ-હોપની સદી, કુલદીપ-બુમરાહની કમાલ

WI એ ભારતને આપ્યો 121નો લક્ષ્યાંક

WI એ ભારતને આપ્યો 121નો લક્ષ્યાંક
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ હવે રોમાંચક સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. વેસ્ટ ઈન્ડિઝને ફોલો-ઓન મળ્યા બાદ ટીમે બીજી ઇનિંગ્સમાં ગજબનો સંઘર્ષ દર્શાવ્યો, પરંતુ આખરે ટીમ ઇન્ડિયાએ તેમને 390 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતવા માટે માત્ર 121 રનનો નાનો લક્ષ્યાંક આપ્યો છે.
ભારતીય કેપ્ટન શુભમન ગીલે પ્રથમ દાવમાં 518/5 (ડિકલેર)ના વિશાળ સ્કોર બાદ વેસ્ટ ઈન્ડિઝને (પ્રથમ ઈનિંગ્સ 248 રન) 270 રનની મોટી લીડ હોવા છતાં ફોલો-ઓન આપવાનો નિર્ણય કર્યો હતો.
કૅમ્પબેલ અને હોપની સંઘર્ષપૂર્ણ સદી
વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ્સમાં ઓપનર જોન કૅમ્પબેલ (115 રન) અને શાઈ હોપ (103 રન)ની શાનદાર સદીઓએ મેચને ચોથા દિવસ સુધી ખેંચી હતી. આ ઉપરાંત, પૂંછડીના બેટ્સમેનોએ પણ સખત પ્રતિકાર કર્યો. જસ્ટિન ગ્રિવ્સ અને જેડેન સીલ્સ વચ્ચે છેલ્લી વિકેટ માટે થયેલી 79 રનની મહત્ત્વની ભાગીદારીએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડીને ભારત પર 120 રનની નજીવી લીડ મેળવી આપી.
ભારતીય બોલરોની મહેનત રંગ લાવી
ચોથા દિવસની રમતમાં ભારતીય બોલરોએ ધીરજ સાથે વિકેટો ખેંચી હતી. ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવએ તેના સ્પિનની જાળમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને ફસાવીને મહત્ત્વના બ્રેકથ્રુ અપાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની નીચલી ક્રમાંકની જોડીએ ભારતીય બોલરોને લાંબો સમય સુધી થકવી દીધા હતા, પરંતુ અંતે જસપ્રીત બુમરાહએ અંતિમ વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ 390 રનમાં સમેટી લીધો.
ભારતીય ટીમને મેચ જીતવા માટે માત્ર 121 રનની જરૂર છે. ચોથા દિવસની રમતમાં હજી લગભગ 18 ઓવર બાકી છે અને ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. આ લક્ષ્યાંક હાંસલ કરીને ભારત 2-0 થી સીરીઝ જીતવા માટે તૈયાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.