વિરાટ કોહલીને મળ્યો તેના બાળપણ જેવો મિની અવતાર
વડોદરામાં પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી પોતાના જ બાળપણ જેવા દેખાતા પ્રશંસકને મળ્યો

વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી 'Mini VK'ને મળ્યો

વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી 'Mini VK'ને મળ્યો
વડોદરામાં ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ પહેલાં પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી તેના નાના પ્રશંસકને મળ્યો હતો. જે હૂબહૂ વિરાટ કોહલી બાળપણમાં હતો તેવો જ દેખાય છે. પ્રેકટિસમાં બ્રેક દરમિયાન કોહલી ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો. ત્યારે તેની નજર બાળક પર પડી હતી. બાળકનો ચહેરો કોહલીના બાળપણના ફોટાઓ સાથે મળતો આવતો હાવથી તેને જોઈને ખુદ વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
વિરાટ કોહલી ફેન ક્લબે વિરાટ કોહલીના 'મિની વર્ઝન' નો વીડિયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ ફોટા જોઈને નેટીઝન્સે બાળકને "Mini VK" નામ આપી દીધું હતું. સોશિયલ મીડિયા પર મુલાકાતના વીડિયો અને ફોટા વાયરલ થતા યુઝર્સે રમુજી અને આશ્ચર્યજનક કોમેન્ટ કરી હતી. કોમેન્ટમાં લખ્યું કે,'આમાં તો 19-20નો પણ ફરક નથી.' 37 વર્ષિય વિરાટ કોહલી પણ બાળકને જોઈને હસવાનું રોકી શક્યો નહોતો. વિરાટ કોહલીએ તેની સાથે પ્રેમથી વાતચીત કરી હતી.
વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે. છેલ્લી ચાર વન-ડે ઈનિંગ્સમાં તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની સીરિઝની પ્રથમ મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યારે સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં યોજાશે. ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચેની સીરિઝ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને માટે મહત્વની છે. કારણ કે આગામી T20 વર્લ્ડ કપ અને IPL પહેલાં જોડી ફરી વખત વન-ડે ફોર્મેટમાં સાથે જોવા મળી છે.
વિરાટ કોહલીનો નવો કીર્તિમાન, સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો
વિરાટ કોહલીએ વડોદરામાં વનડે મેચના મેદાન પર ઉતરતાની સાથે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ-5ની યાદીમાં આવી ગયા છે. વિરાટ કોહલી ભારત માટે 309 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. તે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી આગળ નીકળ્યા છે. સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમ માટે 308 વન ડે મેચ રમી હતી. ટોપ-5ની યાદીમાં સચિન તેડુંલકર 463 વન ડે મેચ, મહેન્દ્ર ધોની 347 વન ડે મેચ, રાહુલ દ્રવિડ 340 વન ડે મેચ અને મોહંમદ અઝહરુદ્દીન 334 વન ડે મેચ પછી વિરાટ કોહલી પાંચમા નંબરે આવે છે.
17 વર્ષની કારકિર્દીમાં વિરાટના અનેક રેકોર્ડ્સ
37 વર્ષિય વિરાટ કોહલીએ ક્રિકેટ મેચમાં અનેક રેકોર્ડસ કર્યા છે. તેઓ વિશ્વના સૌથી વિસ્ફોટક બેટરમાં નામના ધરાવે છે. વિરાટ કોહલીએ ઓગસ્ટ-2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. વન ડે ઈન્ટરનેશનલમાં કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. 53 સદી અને 76 અડધી સદી સાથે કોહલીએ 14,557 રન બનાવ્યા છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત