આજે ચૈન્નઈ અને બેંગ્લોર વચ્ચે થશે મહા મુકાબલો
આકડાઓ પ્રમાણે ચૈન્નઈને ચિંપોંગની પીચ પર હરાવવું મુશ્કેલ છે, બેંગ્લોરને અત્યાર સુધીમાં મેચ જીતવામાં માત્ર એક જ વાર સફળતા મળી છે.

RCB રચશે ઇતિહાસ

RCB રચશે ઇતિહાસ
આજે જર્શી નંબર 7 અને જર્શી નંબર 18 વચ્ચે થશે મુકાવબો, એટલે કે ચૈન્નઈ અને બેંગ્લોર વચ્ચે થશે રોમાંચક જંગ, આજે IPL 2025 ના ટૂર્નામેન્ટની 8મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વચ્ચે રમાશે. જે સાંજે 7.30 વગ્યે એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીત્યા બાદ અહીં પહોચી છે. આરસીબીએ પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. તો બજી તરફ ચેન્નાઈએ પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતી મેળવી હતી.

IPL 2025ની સીઝનમાં અત્યાર સુધી હાઈ સ્કોરિંગ મેચો જોવા મળી છે. પરંતુ, ચેન્નાઈની પિચ પર બેટ્સમેનોને અગ્નિપરીક્ષા થતી આવી છે. કારણ કે, આ પીચ પર બોલ પડ્યા પછી થોડો રોકાઈને આવે છે, જેને કારણે બેટ્સમેનો માટે શોટ રમવાનું એટલું સરળ રેહતુ નથી. ચેન્નાઈની ટીમને અહીની પરીસ્થિતી પ્રમાણે હંમેશા મજબૂત ટીમ માનવામાં આવે છે. અહીં ટોસ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે.

આ મેદાન પર છેલ્લી મેચમાં CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી પ્રથમ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની આખી ટીમ સમગ્ર મેચ દરમ્યાન 9 વિકેટ ગુમાવીને માત્ર 155 રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી CSKએ મેચના 5 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. RCB અને CSK વચ્ચેની મેચમાં એવું પણ માનવામાં આવે છે કે જે ટીમ ટોસ જીતશે તે લક્ષ્યનો પીછો કરવાનું વધારે પસંદ કરશે. બેંગલોરની ટીમની જો વાત કરવામાં આવે તો તેનો મુખ્ય આધાર વિરાટ કોહલી પર રહેશે. જ્યારે ચૈન્નઈની ટીમમાં બેટીગ માટેના ખિલાડીઓમાં ખુબ ઉંડાણ જોવા મળે છે.

IPLના ઈતિહાસમાં CSK હંમેશા RCB પર વર્ચસ્વ ધરાવતું રહ્યું છે. આંકડાઓ અનુસાર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 21 મેચ જીતવામાં સફળ રહી છે. તે જ સમયે, RCB માત્ર 11 મેચ જીતી શકી છે.
ચેપોક મેદાનમાં RCB છેલ્લા 17 વર્ષથી CSK સામે જીતવામાં સફળ રહ્યું નથી. આંકડાઓ અનુસાર, અહીં બંને ટીમો વચ્ચે રમાયેલી કુલ 9 મેચોમાંથી RCB 8માં હાર્યું હતું. જ્યારે એક માત્રે 2008 ની મેચમાં જીત મેળવી હતી.

ચેપોકની પીચ સ્પિનરોને મદદ કરતી હોવાના કારણે વિરાટ કોહલી સહિતની બેંગ્લોરની બેસ્ટમેનોને સાવચેતી દાખવવાની જરુર પડશે. જોકે બેંગ્લોરે અગાઉ કોલકત્તા સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ઓપનર્સ ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ મળીને ટીમને જે પ્રારંભ અપાવ્યો હતો જેને કારણે ટીમનો વિજય આસાન બની ગયો હતો. પીચને ધ્યનમાં રાખતા બેંગલોરે ટિમ ડેવિડના સ્થાને જેકોબને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. કારણ કે તે સ્પિનર બોલિંગ કરવા માટે સક્ષમ છે. તો બીજી તરફ પેસ બોસર ભુવનેશ્વર કુમારની ફિટનેસ પર પણ તમામની નજર રહેશે. જે ઈજાને કારણ કોલકતા સામેની પહેલી મેચમાં રમી શક્યો ન હતો. જો ભુવનેશ્વરને ફિટ જાહેર કરવામાં આવશે તો તેને રસિક સલામના સ્થાને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવી શકે છે.

ચેપોક મેદાન સ્પિન બોલરોને મદદ પૂરો પાડે છે અને CSK માં સ્પિનર બોલરોની કોઈ કમી નથી. રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને નૂર અહેમદની ત્રિપુટીમાં વિરોધીઓના બેસ્ટમેનોને સ્પિનની જાળમાં ફસાવવાની તાકાત છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરનાર નૂર 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે RCBની વાત કરીએ તો તેમની પાસે કૃણાલ પંડ્યા, સુયશ શર્મા અને લિયામ લિવિંગસ્ટોન છે.
આજે એક બાજુ થાલાના ફેન હશે જ્યારે બાજુ ચેસ માસ્ટરના ફેનનો સેલાબ જોવા મળી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું RCB જીત મેળીને ઇતિહાસ રચશે. તમને શું લાગે છે કમેન્ટમાં જરુર થી જણાવો..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?