એશિયા કપનો મહાસંગ્રામ શરૂ, કોણ બનશે 'ગેમ ચેન્જર'?
હાર્દિક, ગુરબાઝ, નૂર અને અભિષેક પર રહેશે નજર, જાણો કોણ પલટી શકે છે મેચ
કોણ બનશે 'ગેમ ચેન્જર'?
કોણ બનશે 'ગેમ ચેન્જર'?
એશિયા કપ 2025નો પ્રારંભ મંગળવાર, 9 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમ પોતાનું અભિયાન 10 સપ્ટેમ્બરે UAE સામે શરૂ કરશે, જ્યારે સૌથી મોટો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે થશે. દરેક એશિયા કપની જેમ, આ વખતે પણ કેટલાક ખેલાડીઓ એવા છે જે પોતાની ટીમના 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ એવા ચાર ખેલાડીઓ વિશે.
હાર્દિક પંડ્યા: ઓલરાઉન્ડરનું પ્રભુત્વ
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચનું પરિણામ એકલા હાથે બદલી શકે છે. T20 એશિયા કપમાં અત્યાર સુધી 8 મેચમાં 11 વિકેટ અને 83 રન બનાવનાર હાર્દિક, આ ટૂર્નામેન્ટમાં 17 રન બનાવતા જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરશે. તે T20 એશિયા કપમાં 100થી વધુ રન અને 10થી વધુ વિકેટ લેનાર પ્રથમ ઓલરાઉન્ડર બનશે. 114 T20I મેચમાં 1,812 રન અને 91 વિકેટ સાથે, તે વિશ્વના સૌથી ખતરનાક ઓલરાઉન્ડરોમાંથી એક ગણાય છે. માત્ર 6 વિકેટ લેતા જ તે T20Iમાં 100 વિકેટનો આંકડો પણ પાર કરશે.
અભિષેક શર્મા: ભારતનો આક્રમક ઓપનર
ભારત માટે ઓપનિંગ બેટિંગમાં અભિષેક શર્મા વિરેન્દ્ર સહેવાગની યાદ અપાવે છે. જો તે પોતાની આક્રમક શૈલીમાં રમવામાં સફળ રહ્યો તો તે ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. 17 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 193.84ના સ્ટ્રાઈક રેટ સાથે 535 રન બનાવનાર અભિષેકે 2 સદી અને 2 અર્ધસદી પણ ફટકારી છે. તેની આક્રમક બેટિંગથી બોલરો માટે મુશ્કેલી વધી શકે છે.
રહેમાનુલ્લાહ ગુરબાઝ: અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેટર
અફઘાનિસ્તાન માટે રહેમાનુલ્લાહ ગુરબાઝ એક મુખ્ય 'ગેમ ચેન્જર' છે. તેની ઝડપી બેટિંગ શૈલી પ્રતિસ્પર્ધી ટીમો માટે માથાનો દુખાવો બની શકે છે. અત્યાર સુધી, તેણે 71 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 132.71ના સ્ટ્રાઈક રેટ સાથે 1,781 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 10 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેની આક્રમક રમત અફઘાનિસ્તાનને મોટી મેચો જીતાડવામાં મદદ કરી શકે છે. તેની સાથે, અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન અને નૂર અહમદ જેવા વિશ્વ કક્ષાના સ્પિનરો પણ છે.
નૂર અહમદ: યુવા સ્પિનરનો જાદુ![]()
IPL 2025માં તેના શાનદાર પ્રદર્શન બાદ, અફઘાનિસ્તાનનો યુવા સ્પિનર નૂર અહમદ એશિયા કપમાં બધાની નજર હેઠળ રહેશે. અત્યાર સુધી એશિયા કપમાં તેણે અત્યંત ઓછા ઇકોનોમી રેટ સાથે 14 મેચોમાં 24 વિકેટ લીધી છે, જે તેને ટુર્નામેન્ટના ઈતિહાસમાં બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનાવે છે. તાજેતરમાં UAE ટ્રાઈ સિરીઝ T-20માં તેણે 5 રન પ્રતિ ઓવરની ઇકોનોમીથી 5 વિકેટ લઈને અફઘાનિસ્તાનને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
આ ચાર ખેલાડીઓ સિવાય પણ ઘણા પ્રતિભાઓ આ ટૂર્નામેન્ટમાં પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. આ એશિયા કપમાં કયો ખેલાડી સૌથી વધુ પ્રભાવી સાબિત થશે, તે જોવું રસપ્રદ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.