સૂર્યકુમાર vs શાહીન: એશિયા કપમાં શરુ શબ્દયુદ્ધ
સૂર્યકુમાર 'નો કોમ્પિટિશન ના નિવેદન પર આફ્રિદીનો આકરો જવાબ, બે વાર હાર્યા બાદ થયા ધુઆપુઆ
હાર બાદ પાકિસ્તાનની નિંદર ઉડી
હાર બાદ પાકિસ્તાનની નિંદર ઉડી
એશિયા કપ 2025 હવે તેના ક્લાઇમેક્સ તરફ આગળ વધી રહ્યો છે, જ્યાં ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ક્રિકેટના મેદાન પર આ બંને ટીમો વચ્ચેની હરીફાઈ હંમેશા ચરમસીમાએ હોય છે, પરંતુ હવે આ જંગ મેદાનની બહાર, શબ્દોના માધ્યમથી લડાઈ રહ્યો છે. ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ધે સંભવિત ફાઇનલનો ઉત્સાહ અને રોમાંચ અનેકગણો વધારી દીધો છે.

આ શબ્દયુદ્ધની શરૂઆત સુપર-4માં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ થઈ હતી. આ જીત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક બોલ્ડ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, "તમારે ભારત-પાકિસ્તાન વચ્ચેની હરીફાઈ સામે પ્રશ્નો ઉઠાવવાનું બંધ કરવું જોઈએ. હરીફાઈ કેવી હોય? હાલમાં ભારત-પાકની વચ્ચે T20I માં 15 મેચ રમાઈ અને તેમાં 12 મેચ ભારતે જીતી અને માંડ 3 પાકિસ્તાને જીતી. હાલમાં પણ બે વાર પાકિસ્તાની ટીમ હારી છે. તો એમાં હરીફાઈ ક્યાંથી આવી! અમારી વચ્ચે કોઈ સ્પર્ધા જેવું છે જ નહીં." સૂર્યકુમારના આ નિવેદનમાં સ્પષ્ટ આત્મવિશ્વાસ અને ભારતના દબદબાનો સૂર જોવા મળતો હતો, જેણે પાકિસ્તાન ટીમમાં ખળભળાટ મચાવી દીધો.

સૂર્યકુમારના આ નિવેદન પર પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ આકરો જવાબ આપ્યો. બાંગ્લાદેશ સામેની તેમની છેલ્લી સુપર-4 મેચ પહેલાં, એક પ્રેસ કોન્ફરન્સમાં આફ્રિદીએ કહ્યું, "તેમને બોલવા દો. જો કદાચ અમે ફાઇનલમાં પહોંચીશું, તો રવિવારની મેચમાં જોઈ લઈશું. અમે અહીં એશિયા કપ જીતવા આવ્યા છીએ. અમે પૂરી મહેનત કરીશું." આફ્રિદી અહીં જ ન અટકતા આગળ કહ્યું કે, "હજી ભારત ફાઇનલમાં પહોંચ્યું નથી કે નથી અમે ફાઇનલમાં પહોંચ્યા. જો ફાઇનલમાં અમારી મેચ થશે ત્યારે અમે જોઈ લઈશું."

શાહીન આફ્રિદીનો આ જવાબ માત્ર સૂર્યકુમારને નહીં, પરંતુ સમગ્ર ભારતીય ટીમને એક સીધો પડકાર હતો. આ શબ્દયુદ્ધે આગામી સમયમાં થનારી સંભવિત ફાઇનલ મેચમાં રોમાંચનો ઉમેરો કર્યો છે. ભલે આંકડા ભારતના પક્ષમાં હોય, પણ મેદાન પરની રમતનું પરિણામ કંઈ પણ હોઈ શકે છે. બંને ટીમોના સ્ટાર્સ વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ હવે ક્રિકેટના ચાહકો માટે મેદાન પરના મુકાબલા જેટલું જ આકર્ષક બની ગયું છે. હવે જોવાનું એ રહેશે કે કોણ ફાઇનલમાં પહોંચીને આ લડાઈને મેદાન પર પૂર્ણવિરામ આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.