શુભમન ફરી કેપ્ટન, ટીમ ઇન્ડિયાને મળ્યો નવા ચહેરા
વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝ, નીતિશ રેડ્ડી અને દેવદત્ત પડિક્કલને તક, સિરીઝ અમદાવાદથી શરૂ
વેસ્ટ ઇન્ડીઝ માટેની ટેસ્ટ ટીમ જાહેર
વેસ્ટ ઇન્ડીઝ માટેની ટેસ્ટ ટીમ જાહેર
ભારતીય ક્રિકેટપ્રેમીઓની આતુરતાનો અંત આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં યુવા ઓપનર શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. કુલ 15 સભ્યોની આ ટીમમાં કેટલાક નવા અને આશ્ચર્યજનક ચહેરાઓને પણ તક આપવામાં આવી છે, જે ભવિષ્યના ભારતીય ક્રિકેટનું ચિત્ર દર્શાવે છે.

આ સિરીઝ માટે પસંદ થયેલા બે નવા ચહેરાઓ, આંધ્રપ્રદેશના નીતિશ રેડ્ડી અને કર્ણાટકના દેવદત્ત પડિક્કલ, ખાસ ચર્ચાનો વિષય બન્યા છે. દેવદત્ત પડિક્કલ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા A સામે શાનદાર 150 રન બનાવીને લાઈમલાઈટમાં આવ્યો હતો, જેના કારણે તેની પસંદગી થવાની સંભાવના હતી. જોકે, ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો, ત્યારે હવે તેની પાસે પોતાની પ્રતિભા સાબિત કરવાની બીજી તક છે. નીતિશ રેડ્ડીને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવેશ કરાયો છે અને તે ટીમ માટે એક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ બંને યુવા ખેલાડીઓ માટે આ સિરીઝ એક મોટી તક સાબિત થશે.

આ સિરીઝ માટે પસંદ થયેલી ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નીતિશ રેડ્ડી અને એન જગદીશન રેડ્ડીનો સમાવેશ થાય છે. આ ટીમમાં અનુભવી ખેલાડીઓ અને યુવા પ્રતિભાઓનું સંતુલન જોવા મળે છે.

આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27નો એક મહત્ત્વનો ભાગ છે. હાલમાં ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ છઠ્ઠા સ્થાને છે. ભારતે તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 2-2 થી ડ્રો કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાત વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારત આવી રહી છે, જે તેમના માટે એક પડકારરૂપ સિરીઝ હશે. 2018માં રમાયેલી છેલ્લી સિરીઝમાં તેઓ 2-0થી હાર્યા હતા.
આ સિરીઝ વર્તમાન WTC ચક્રમાં ભારતની પ્રથમ ઘરઆંગણેની સિરીઝ છે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થશે, જે ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે ખુશીની વાત છે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે. આ સિરીઝ ભારતીય ટીમ માટે તેમના નવા કેપ્ટન અને નવા ખેલાડીઓ સાથે ઘરઆંગણે એક નવી શરૂઆત સમાન હશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.