હવાઈ હુમલામાં ક્રિકેટરોના મોત પર રાશિદ ખાનનોઆક્રોશ
રાશિદ ખાને હુમલાને 'બર્બર અને અનૈતિક' ગણાવ્યો; ACBનો સિરીઝમાંથી ખસી જવાનો નિર્ણય

રાશિદ ખાને હુમલાને 'બર્બર અને અનૈતિક' ગણાવ્યો

રાશિદ ખાને હુમલાને 'બર્બર અને અનૈતિક' ગણાવ્યો
પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલાને કારણે અફઘાનિસ્તાનમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે. આ કાયરતાપૂર્ણ કાર્યવાહીમાં ત્રણ યુવા ક્રિકેટરો - કબીર, સિબગતુલ્લાહ અને હારૂન સહિત કુલ આઠ લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાથી આઘાત પામેલા અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને પાકિસ્તાનની આ કાર્યવાહીની સખત ટીકા કરી છે અને તેને "બર્બર, અનૈતિક અને અમાનવીય" ગણાવી છે.
રાશિદ ખાનનો સોશિયલ મીડિયા પર આક્રોશ
વિશ્વભરમાં લોકપ્રિય ક્રિકેટર રાશિદ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, 'પાકિસ્તાનના હવાઈ હુમલાને કારણે અફઘાનિસ્તાનમાં નાગરિકોના જીવ ગુમાવવાથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ એક એવી દુર્ઘટના છે જેમાં મહિલાઓ, બાળકો અને યુવા ક્રિકેટરોના જીવ ગયા છે, જેમણે વિશ્વ સ્તરે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોયું હતું.'
I am deeply saddened by the loss of civilian lives in the recent Pakistani aerial strikes on Afghanistan. A tragedy that claimed the lives of women, children, and aspiring young cricketers who dreamed of representing their nation on the world stage.
— Rashid Khan (@rashidkhan_19) October 17, 2025
It is absolutely immoral and…
રાશિદ ખાને પાકિસ્તાનની કાર્યવાહીને અનૈતિક ગણાવતા કહ્યું કે, 'સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું સંપૂર્ણપણે અનૈતિક અને બર્બરતાપૂર્ણ છે. આ અન્યાયી અને ગેરકાયદે કૃત્યો માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે અને તેને અવગણવું જોઈએ નહીં.'
ACBના નિર્ણયને સમર્થન
આ ઘટના બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ આગામી ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે, જે નવેમ્બરમાં પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાવાની હતી. રાશિદ ખાને ACBના આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું, 'અફઘાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા પાકિસ્તાન સામેની મેચોમાંથી ખસી જવાના નિર્ણયનું હું સ્વાગત કરું છું... હું આ મુશ્કેલ સમયમાં મારા લોકો સાથે ઊભો છું, આપણું રાષ્ટ્રીય ગૌરવ હંમેશા પ્રથમ આવવું જોઈએ.'
Statement of Condolence
— Afghanistan Cricket Board (@ACBofficials) October 17, 2025
The Afghanistan Cricket Board expresses its deepest sorrow and grief over the tragic martyrdom of the brave cricketers from Urgun District in Paktika Province, who were targeted this evening in a cowardly attack carried out by the Pakistani regime.
In… pic.twitter.com/YkenImtuVR
આ દુઃખદ ઘટનાને કારણે અફઘાનિસ્તાનના રમતગમત અને રાજકીય ક્ષેત્રે ઊંડો શોક વ્યાપી ગયો છે, અને યુવા પ્રતિભાઓના અકાળે થયેલા અવસાનથી દેશને મોટી ખોટ પડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.