પાકિસ્તાને એશિયા કપ 2025ની ટીમમાં મોટા ફેરફાર
પાકિસ્તાને એશિયા કપ 2025 ની ક્રિકેટ ટીમની ઘોષણા કરી
પાકિસ્તાની ટીમ
પાકિસ્તાની ટીમ
એશિયા કપ પ્રારંભ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેના માટે બધા દેશના લોકોએ પોતાની ટીમનું એલાન કર્યું છે. જ્યારે પાકિસ્તાને પણ એશિયા કપ 2025 ની ક્રિકેટ ટીમની ઘોષણા કરી દીધી છે. આ વર્ષની એશિયા કપની પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ સલમાન અલી આગા કરશે. તેની સાથે સાથે પીસીબીએ ચોંકાવનારો નિર્ણય પણ જાહરે કર્યો છે. તેમને ટીમના સ્ટાર ખિલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ટીમમાંથી બાદબાકી કરી દીધી છે. તેમને 17 સભ્યોની પાકિસ્તાની ટીમમાં પણ સ્થાન આપ્યું નથી. તેની પહેલા પણ બાબર અને રિઝવાનને છેલ્લી કેટલીક T20 સીરિઝમાં સ્થાન આપવામાં ન તો આવ્યો હતો. ત્યાર બાદ હવે એશિયા કપમાંથી પણ બાદબાકી કરી દેવામાં આવી છે.
વધુમાં જણાવી દઈએ કે એશિયા કપ પહેલા પાકિસ્તાની ટીમએ સંયુક્ત આરબ અમીરાત એટલે કે (UAE)ના શારજહાંમાં ટ્રાઈ સીરિઝ પણ રમવામાં આવશે. આ ટ્રાઈ સીરિઝમાં અફઘાનિસ્તાન અને UAEની ટીમો પણ ભાગ લેવાની છે. એશિયા કપમાં પણ પાકિસ્તાનની એ જ ટીમ રમવાની છે જે ટ્રાઈ સીરિઝમાં રમશે. ટ્રાઈ સીરિઝથી આ ત્રણેય ટીમ એશિયા કપ માટે મજબૂત તૈયારી કરવાં માટે અને મુકાબલો રોમાંચક બનવા માંગે છે.
એશિયા કપ માટે પાકિસ્તાનની 17 સભ્યોની ટીમ :
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ
ટ્રાઈ સીરિઝનું શેડ્યૂલ :
29 ઓગસ્ટ - અફઘાનિસ્તાન vs પાકિસ્તાન
30 ઓગસ્ટ - UAE vs પાકિસ્તાન
1 સપ્ટેમ્બર - UAE vs અફઘાનિસ્તાન
2 સપ્ટેમ્બર - પાકિસ્તાન vs અફઘાનિસ્તાન
4 સપ્ટેમ્બર - પાકિસ્તાન vs UAE
5 સપ્ટેમ્બર - અફઘાનિસ્તાન vs UAE
7 સપ્ટેમ્બર - ફાઈનલ
આઠ ટીમોની આ એશિયા કપ ટુર્નામેન્ટ 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબી અને દુબઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને ભારત, ઓમાન અને UAE સાથે ગ્રૂપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રૂપ Bમાં હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે.
પાકિસ્તાનની મેચ (એશિયા કપ 2025)
12 સપ્ટેમ્બર - ઓમાન vs પાકિસ્તાન, દુબઈ
14 સપ્ટેમ્બર- ભારત vs પાકિસ્તાન, દુબઈ
17 સપ્ટેમ્બર- UAE vs પાકિસ્તાન, દુબઈ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!