ઓવલ ટેસ્ટ: ભારત મુશ્કેલીમાં, સિરીઝ બચાવવાનો પડકાર
ઓવલ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી
ભારતીય ટીમની મુશ્કોલીઓમાં વધારો
ભારતીય ટીમની મુશ્કોલીઓમાં વધારો
લંડનના ઐતિહાસિક ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચમી અને અંતિમ મેચ રમાઈ રહી છે. આજે, મેચના બીજા દિવસે, ભારતીય ટીમ માટે પરિસ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે. આ 'કરો યા મરો' જેવો મુકાબલો છે, કારણ કે જો ભારતે આ મેચ જીતી તો જ તે પાંચ મેચોની સિરીઝમાં બરાબરી કરી શકશે. જો મેચ ડ્રો થાય અથવા ઇંગ્લેન્ડ જીતે તો સિરીઝ ભારતના હાથમાંથી સરકી જશે.
પહેલી ઇનિંગ્સમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમની બેટિંગ અત્યંત નિરાશાજનક રહી હતી. ટીમ માત્ર 224 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, મિડલ ઓર્ડરમાં કરુણ નાયરે 109 બોલમાં 57 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ગિલ પણ 35 બોલમાં 21 રન બનાવી રનઆઉટ થયો હતો, જે ટીમ માટે મોટો ફટકો હતો.
ઇંગ્લેન્ડ તરફથી બોલર ગસ એટકિન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 21.4 ઓવરમાં 5 વિકેટ ઝડપીને ભારતીય બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી નાખી હતી. યશસ્વી જયસ્વાલની પહેલી વિકેટ પણ તેણે જ લીધી હતી. તેના ઉપરાંત, જોસ ટંગે 3 અને ક્રિસ વોક્સે 1 વિકેટ ઝડપી હતી.
ભારતની ઇનિંગ્સ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડે બેટિંગ શરૂ કરી છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ઇંગ્લેન્ડે 3 ઓવરમાં 18 રન બનાવ્યા છે. બેન ડકેટ અને ઝેક ક્રાઉલીની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી છે. હવે ભારતીય બોલરો પર આખી સિરીઝ બચાવવાની જવાબદારી છે. જો તેઓ ઇંગ્લેન્ડને ઓછા સ્કોરમાં આઉટ કરી શકશે તો જ ભારત માટે આ મેચમાં જીતની કોઈ આશા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!