Asia Cup માટે ઓમાનની ટીમ જાહેર,પહેલી માચે PAK સામે
એશિયા કપ 2025 માટે ઓમાનની 17 સભ્યોની ટીમ જાહેર, 4 નવા ચહેરા સામેલ
એશિયા કપ માટે ઓમાનની ટીમ જાહેર
એશિયા કપ માટે ઓમાનની ટીમ જાહેર
ઓમાન ક્રિકેટ બોર્ડે આગામી એશિયા કપ 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. જતિન્દર સિંહની કેપ્ટનશીપ હેઠળ 17 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવ અને યુવાનોનું સંતુલન જોવા મળે છે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમમાં ચાર નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જેઓ પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌશલ્ય બતાવશે. આ નવા ખેલાડીઓમાં સુફિયાન યુસુફ, ઝિકરિયા ઇસ્લામ, ફૈઝલ શાહ અને નદીમ ખાનનો સમાવેશ થાય છે.
ટીમની જાહેરાત બાદ, મુખ્ય કોચ દિલીપ મેન્ડિસે જણાવ્યું કે, "અમે એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છીએ, જે અમારા ખેલાડીઓ માટે વૈશ્વિક મંચ પર પોતાનું કૌશલ્ય દર્શાવવાની શ્રેષ્ઠ તક છે. T20 મેચમાં કંઈપણ થઈ શકે છે, અને એક ઓવર પણ રમતનું પાસું પલટી શકે છે." તેમણે ઉમેર્યું, "અમારી તૈયારી મજબૂત રહી છે અને અમે સ્પર્ધાત્મક પ્રદર્શન કરવા આશાવાદી છીએ. ટોચની ટીમો સામે ઉચ્ચ દબાણવાળી મેચોમાં માનસિક મજબૂતાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ભારત અને પાકિસ્તાન જેવી ટીમો સામે રમવું હંમેશા રોમાંચક હોય છે, અને અમને આશા છે કે આ એશિયા કપમાં અમે પ્રભાવ પાડીશું."
એશિયા કપ 2025 માં, ઓમાનને ભારત, પાકિસ્તાન અને UAE સાથે ગ્રુપ A માં સ્થાન મળ્યું છે.
ઓમાનના મેચનું શેડ્યૂલ:
પ્રથમ મેચ: 12 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે.
બીજી મેચ: 15 સપ્ટેમ્બરે UAE સામે.
ત્રીજી મેચ: 19 સપ્ટેમ્બરે ભારત સામે.
એશિયા કપ માટે ઓમાનની ટીમ:
કેપ્ટન: જતિન્દર સિંઘ
અન્ય ખેલાડીઓ: હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવલે, ઝીકરિયા ઈસ્લામ, હસનૈન શાહ, ફૈઝલ શાહ, મુહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ અને સામય શ્રી.

દુલીપ ટ્રોફી 2026માં વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં 8 રન બાદ બોલિંગમાં કમાલ કર્યો. ઈસ્ટ ઝોનના વૈભવે નોર્થ ઈસ્ટ ઝોન સામે માત્ર 4 બોલમાં 2 વિકેટ ઝડપી અને 3 ઓવરમાં 11 રન આપ્યા.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.