એશિયા કપ ટ્રૉફી વિવાદમાં નકવીનો યુ-ટર્ન
ACCએ વિવાદ પર દુઃખ વ્યક્ત કર્યું, નકવી ટ્રૉફી માટે સૂર્યકુમારને દુબઈ બોલાવવા પર અડગ

પાકિસ્તાની મંત્રીએ માગી માફી

પાકિસ્તાની મંત્રીએ માગી માફી
એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતની જીત બાદ સર્જાયેલા ટ્રૉફી વિવાદે હવે એક મોટો વળાંક લીધો છે. ભારતીય ખેલાડીઓએ ACCના અધ્યક્ષ અને PCBના પ્રમુખ મોહસિન નકવીના હસ્તે ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો. હવે, મોહસિન નકવીના નેતૃત્વ હેઠળના એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC) આ વિવાદ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને સ્વીકાર્યું છે કે આ પ્રકારનો વિવાદ ટાળી શકાયો હોત. જોકે, આ વિવાદના ઉકેલ માટે યોજાયેલી બેઠકમાં નકવી પોતાની શરત પર અડગ રહ્યા છે.
નકવીની જીદ અને BCCIનો સણસણતો જવાબટ્રૉફી વિવાદના ઉકેલ માટે દુબઈમાં BCCI અને PCB વચ્ચે બેઠક યોજાઈ હતી. BCCIએ સ્પષ્ટપણે ટ્રૉફી અને મેડલ પાછા આપવા કહ્યું હતું. જોકે, મોહસિન નકવીએ આ વિવાદ માટે ઔપચારિક માફી માંગી નથી. નકવીએ પોતાની વાત પર અડગ રહેતા કહ્યું કે, "દુબઈમાં જે પણ થયું તે થવું જોઈએ નહીં. પરંતુ હું મેડલ કે ટ્રૉફી આપીશ નહીં. સૂર્યકુમાર યાદવે દુબઈ આવીને ટ્રૉફી લઈ જવી પડશે."
આ માંગ પર BCCI અને PCB ચીફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. BCCI તરફથી નકવીને સણસણતો જવાબ આપતા કહેવામાં આવ્યું કે, "તમે જ્યારે તેમની સામે હતાં, ત્યારે તેઓએ ટ્રૉફી સ્વીકારી નહીં, તો તમને શું લાગે છે કે, સૂર્યકુમાર યાદવ અહીં આવીને ટ્રૉફી લઈ જશે?" આ ઘટના દર્શાવે છે કે, રમતગમતનો આ મુદ્દો હવે બંને દેશોના રાજકીય સંબંધોના કારણે કેટલો ગૂંચવાયો છે.
ફાઇનલ મુકાબલાની યાદોઆ ટ્રૉફી વિવાદ ભલે ટોક ઓફ ધ ટાઉન હોય, પરંતુ ભારતીય ટીમે 28મી સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ચેઝ દરમિયાન ભારતે શરૂઆતના 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ યુવા બેટ્સમેન તિલક વર્માએ 69 રનની દમદાર ઇનિંગ્સ રમીને બાજી સંભાળી હતી. અંતે, રિન્કુ સિંહે વિનિંગ સ્ટ્રોક તરીકે ચોગ્ગો ફટકારતાં ભારતે પાંચ વિકેટે 150 રન બનાવીને 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. હવે, ખેલદિલીનો વિજય ક્યારે થશે અને ભારતીય ટીમને તેની વિજેતા ટ્રૉફી ક્યારે મળશે, તેના પર સૌની નજર ટકેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.