એશિયા કપની ટ્રૉફી પાછી આપવા નકવીએ રાખી આ શરત!
ભારતીય ટીમને ટ્રૉફી લેવાનો ઈનકાર ભારે પડ્યો, મોહસિન નકવીએ સમારોહની માંગ કરી

પાકિસ્તાન હજુ પણ અવળચંડાઈ

પાકિસ્તાન હજુ પણ અવળચંડાઈ
એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે ભલે નવમી વખત ખિતાબ જીતી લીધો હોય, પરંતુ મેચ બાદનો વિવાદ હજી શાંત થયો નથી. વિજેતા ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને PCBના પ્રમુખ મોહસિન નકવીના હસ્તે ટ્રૉફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં મોટો રાજદ્વારી અને રમતગમતનો વિવાદ સર્જાયો હતો. આ ઇનકારના પગલે નકવી ગુસ્સે થઈને ટ્રૉફી અને મેડલ પોતાની સાથે હોટલ લઈ ગયા હતા. જોકે, BCCI અને ICCના દબાણ બાદ નકવી ટ્રૉફી આપવા તો તૈયાર થયા છે, પરંતુ તેમણે એક મોટી શરત મૂકી છે.
ટ્રૉફી આપવા માટે નકવીની માંગ શું છે?મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહસિન નકવીએ ટ્રૉફી ભારતીય ટીમને પરત કરવા માટે એક શરત મૂકી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, તે ભારતીય ટીમને ટ્રૉફી ત્યારે જ આપશે જ્યારે તેના માટે એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવે અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તેમના હસ્તે જ ટ્રૉફી અને મેડલનો સ્વીકાર કરે.

નકવીએ પોતે જ ભારતીય ટીમના ખેલાડીઓને મેડલ અને ટ્રૉફી આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે રાજકીય તણાવની પૃષ્ઠભૂમિમાં અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોને ધ્યાનમાં લેતાં નકવીની આ શરત અને ઈચ્છા અધૂરી રહેવાની શક્યતા વધુ છે.
મેદાન પરનો વિવાદ અને BCCIની આકરી ટીકાઆ સમગ્ર વિવાદની શરૂઆત દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમના મેદાન પર થઈ હતી, જ્યારે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ નકવીના હસ્તે ટ્રૉફી લેવાનો ઇનકાર કરી દીધો હતો. આનાથી રોષે ભરાયેલા નકવી ટ્રૉફી અને મેડલ લઈ મેદાન છોડીને જતા રહ્યા હતા, જેના પગલે તેમની આકરી ટીકા થઈ હતી.

BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ નકવીના આ વ્યવહારની આલોચના કરતાં કહ્યું કે, "ACC અધ્યક્ષ, જે પાકિસ્તાનના ટોચના નેતાઓ પૈકી એક છે. આથી અમે તેમના હસ્તે ટ્રૉફી ન લેવાનો નિર્ણય લીધો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "અમે સ્વીકાર ન કર્યો એટલે તેનો અર્થ એ નથી કે, તે મેડલ સાથે ટ્રૉફી પણ પોતાની સાથે લઈ જાશે. તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ખેલદિલીની વિરુદ્ધ છે." BCCIએ આ મામલે ICCને ફરિયાદ કરવાનો પણ નિર્ણય લીધો હોવાની વાત સામે આવી છે.
જોકે, હવે આ વિવાદનો ઉકેલ ક્યારે અને કેવી રીતે આવશે તે જોવાનું રહે છે, કારણ કે બંને દેશોના રાજકીય સંબંધો વચ્ચે ક્રિકેટની ટ્રૉફી અટવાઈ ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.