ગુજરાત ટાઇટન્સ ત્રીજી વખત IPLની ફાઇનલમાં પહોંચ્યું
અમદાવાદમાં હવે RCB સામે રમશે ફાઈનલ

AI જનરેટેડ

AI જનરેટેડ
RR vs GT : IPL 2026 ક્વોલિફાયર 2 માં, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 215 રનના ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ગુજરાતે માત્ર 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 219 રન ફટકારીને મેચ જીતી લીધી. કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી અને સાઈ સુદર્શનની મહત્વપૂર્ણ અડધી સદીના દમ પર ગુજરાતે IPLના ઇતિહાસમાં પોતાનો સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો અને ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.હવે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે.
IPL2026 માં ગિલ-સુદર્શનનું રાજ
215 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર શરૂઆત અપાવી હતી.બંને બેટ્સમેનોએ શરૂઆતથી જ આત્મવિશ્વાસભરી બેટિંગ કરી અને રાજસ્થાનના બોલરો પર સતત દબાણ બનાવ્યું.બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર 77 બોલમાં 167 રનની ભાગીદારી નોંધાઈ હતી.આ ભાગીદારી મેચનું સૌથી મોટું ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.સાઈ સુદર્શને 58 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી,જ્યારે કેપ્ટન શુભમન ગિલે પોતાની નેતૃત્વ ક્ષમતાને સાબિત કરતાં 53 બોલમાં 104 રનની તોફાની સદી ફટકારી હતી.
IPLમાં ગુજરાતનો સૌથી મોટો સફળ રન ચેઝ કર્યો
ગુજરાત ટાઇટન્સે 18.4 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જીત સાથે ટીમે IPL ઇતિહાસમાં પોતાનો સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો.અગાઉ ગુજરાતનો સૌથી મોટો સફળ ચેઝ 204 રનનો હતો, જ્યારે આ વખતે ટીમે 215 રનનો પડકાર પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો.રાજસ્થાન તરફથી નાન્દ્રે બર્ગર, જોફ્રા આર્ચર અને બ્રિજેશ શર્માને એક-એક વિકેટ મળી હતી, પરંતુ તેઓ ગુજરાતની મજબૂત બેટિંગ સામે અસરકારક સાબિત થઈ શક્યા નહોતા.
ઓપનર વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ વ્યર્થ
આ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન માટે યુવા બેટ્સમેન સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી હતી. વૈભવે માત્ર 47 બોલમાં 96 રનની ઇનિંગ રમી હતી,જેમાં 8 ચોગ્ગા અને 7 વિશાળ સિક્સરો સામેલ હતા.વૈભવ સૂર્યવંશી પોતાની સદીથી માત્ર 4 રન દૂર રહ્યો, પરંતુ તેની આક્રમક બેટિંગે રાજસ્થાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.તે સિવાય રવીન્દ્ર જાડેજાએ અણનમ 45 રન બનાવ્યા હતા,ડોનોવન ફરેરાએ 11 બોલમાં ઝડપી 38 રન ફટકારી ટીમને 214 સુધી પહોંચાડી હતી.
કાગીસો રબાડાએ બે અને જેસન હોલ્ડરે બે વિકેટ લીધી
ભલે રાજસ્થાને મોટો સ્કોર બનાવ્યો હોય,પરંતુ ગુજરાતના બોલરોએ અંતિમ તબક્કામાં મહત્વપૂર્ણ વિકેટો મેળવીને નુકસાન મર્યાદિત રાખ્યું હતું. કાગિસો રબાડા અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક સફળતા મેળવી હતી.ખાસ કરીને ડેથ ઓવરોમાં બોલિંગ દ્વારા ગુજરાતે રાજસ્થાનને 220થી વધુના સ્કોર સુધી પહોંચતા અટકાવ્યું, જે બાદમાં મેચના પરિણામમાં મહત્વપૂર્ણ સાબિત થયું.
ગુજરાતે IPL 2026ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું
આ જીત બાદ ગુજરાત ટાઇટન્સ હવે IPL 2026ની ફાઇનલમાં પહોંચી ગઈ છે,જ્યાં તેનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ ખિતાબી ટક્કર પર સમગ્ર ક્રિકેટ વિશ્વની નજર રહેશે.એક તરફ શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ ફરીથી ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે,તો બીજી તરફ RCB પોતાની પ્રથમ IPL ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. બંને ટીમો હાલ શાનદાર ફોર્મમાં હોવાથી ચાહકોને એક રોમાંચક અને યાદગાર ફાઇનલ જોવા મળી શકે છે.
ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં હોમ ગ્રાઉન્ડ પર અનેક મેચ જીતી
ગુજરાત ટાઇટન્સ હવે ફાઇનલમાં વિરાટ કોહલીની વિશાળ સેનાનો સામનો કરશે. અમદાવાદની પરિસ્થિતિઓ શુભમન ગિલ અને ટીમ માટે સારી છે, જેમણે આ સિઝનમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર અનેક મેચ જીતી છે, તેઓ IPL 2026નો ખિતાબ જીતવા માટે તૈયાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.