પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે જંગ ભારત vs પાકિસ્તાન
અભિષેક-કુલદીપની જોડી સામે આફ્રિદી-રઉફ, ફાઇનલ મેચ નિર્ણાયક સાબિત થશે
આજે થશે બંને વચ્ચે કાટાની ટક્કર
આજે થશે બંને વચ્ચે કાટાની ટક્કર
એશિયા કપ 2025 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટમાં રોમાંચ, અણધાર્યા પરિણામો અને ઉત્સાહની કોઈ કમી રહી નથી. હવે આજે દુબઈ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ માત્ર ટ્રોફી માટે જ નહીં, પરંતુ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના એવોર્ડ માટે પણ નિર્ણાયક બનશે. આ એવોર્ડના મજબૂત દાવેદારોમાં ભારત તરફથી અભિષેક શર્મા અને કુલદીપ યાદવ, જ્યારે પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફનો સમાવેશ થાય છે. આ ચાર ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી આખી ટુર્નામેન્ટમાં ધૂમ મચાવી છે.
ભારતના દાવેદારો: અભિષેક શર્મા અને કુલદીપ યાદવ
અભિષેક શર્મા: આ ટુર્નામેન્ટમાં અભિષેક શર્માનું પ્રદર્શન ખરેખર અસાધારણ રહ્યું છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 6 ઇનિંગ્સમાં 51ની સરેરાશથી 309 રન બનાવ્યા છે અને તે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર છે. તેની નીડર બેટિંગે ભારતને દરેક મેચમાં મજબૂત શરૂઆત અપાવી છે. ખાસ કરીને, છેલ્લી ત્રણ મેચમાં તેણે સતત ત્રણ અર્ધશતક ફટકારીને પોતાની શ્રેષ્ઠ ફોર્મ સાબિત કર્યું છે. આ યુવા બેટ્સમેને પોતાની પ્રથમ જ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 50થી વધુ બાઉન્ડ્રી ફટકારી છે અને બે વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો છે.
![]()
કુલદીપ યાદવ: જો અભિષેક બેટિંગમાં ચમક્યો છે, તો કુલદીપ યાદવે તેની જાદુઈ સ્પિનથી વિરોધી ટીમના બેટ્સમેનોને પરેશાન કર્યા છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 6 મેચમાં તેણે માત્ર 6ના ઇકોનોમી રેટથી 13 વિકેટ લીધી છે, જે T20 એશિયા કપમાં કોઈ પણ ભારતીય બોલર દ્વારા સર્વોચ્ચ છે. તેની ગૂગલી અને ફ્લિપરે મિડલ ઓવર્સમાં ભારતને નિયમિતપણે વિકેટો અપાવી છે. યુએઈ સામે 4 અને પાકિસ્તાન સામે 3 વિકેટના શાનદાર પ્રદર્શન બદલ તેને બે વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
પાકિસ્તાનના દાવેદારો: શાહીન આફ્રિદી અને હારિસ રઉફ
શાહીન શાહ આફ્રિદી: શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાન માટે આ ટુર્નામેન્ટનો સૌથી મોટો 'પોઝિટિવ' ખેલાડી સાબિત થયો છે. તેણે પોતાની સ્વિંગ અને ગતિથી શરૂઆતની ઓવરોમાં જ વિકેટ લઈને પાકિસ્તાનને ઘણી મેચોમાં મજબૂત સ્થિતિમાં મૂક્યું છે. બોલિંગ ઉપરાંત, તેણે બેટિંગમાં પણ કમાલ કર્યો છે. નીચલા ક્રમમાં આવીને તેણે 188ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 83 રન બનાવ્યા છે. ભારત સામે 16 બોલમાં અણનમ 33 રનની તેની ઇનિંગ્સ નિર્ણાયક સાબિત થઈ હતી. આફ્રિદી 9 વિકેટ સાથે પાકિસ્તાનનો ટોચનો વિકેટ લેનાર બોલર છે અને તેણે બે વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો છે.

હારિસ રઉફ: હારિસ રઉફની વિસ્ફોટક ગતિ અને સચોટ યોર્કર્સ તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં આગળ લાવી છે. તેણે ડેથ ઓવર્સમાં પોતાના સ્પેલથી ઘણી મેચોનો ફેંસલો પાકિસ્તાનના પક્ષમાં કર્યો છે. રઉફે પણ અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી છે અને ખાસ કરીને બાંગ્લાદેશ સામેની જીતમાં તેણે 33 રન આપીને 3 વિકેટ લીધી, જેના કારણે પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું. ભારત સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન જેવી મહત્વની વિકેટો લઈને તેણે પોતાની કાબેલિયત સાબિત કરી છે.
આજે રમાનારી ફાઇનલ મેચ આ ચારેય ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવાની છેલ્લી તક છે. જે પણ ખેલાડી ફાઇનલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે, તે જ એશિયા કપ 2025નો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.