Asia Cup માં સર્જાશે ભારત Vs ભારતની સ્થિતિ
9 સપ્ટેમ્બરથી શરુ, એશિયા કપમાં 8 ટીમો રમવાની છે, જેમાની કેટલીક ટીમમાં છે ભારતીય ખેલાડી
હોંગકોંગની ટીમમાં પણ ભારતીય
હોંગકોંગની ટીમમાં પણ ભારતીય
એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યુ છે ગણત્રીના દિવસોમાં જ મેચ યોજાવાની છે. આ વખતે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, હોંગકોંગ અને યુએઈ એમ કૂલ આંઠ ટીમ નવમી સપ્ટેમ્બરથી શરૂ થતા ટી20 એશિયા કપમાં ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ઉપરાંત ભારતની પહેલી મેચ 10મી સપ્ટેમ્બરના રોજ યુએઈ સામે હશે. ત્યારે આપને જણાવી દઈએ કે ભારત સિવાય પણ અને ટીમમાં ભારતના ખિલાડીઓ રહેલા છે, જેમ કે આ ટુર્નામેન્ટમાં રમી રહેલી ઓમાન, હોંગકોંગ અને યુએઈની ટીમોમાં ઘણાં ખેલાડીઓ ભારતીય મૂળના છે.

જો ઓમાનના કેપ્ટનની વાત કરવામાં આવે તો, 36 વર્ષીય જતિન્દર મૂળ પંજાબના લુધિયાણાના રહેવાસી છે. જેણે 2015માં અફઘાનિસ્તાન સામે ટી20 મેચથી ડેબ્યૂ કર્યું હતું. રાઈટ હેન્ડ બેટરે અત્યાર સુધી કુલ 64 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 24.54ની સરેરાશથી કૂલ 1399 રન બનાવ્યા છે. જ્યારે ઓમાનની ટીમનો અન્ય એક ખેલાડી વિનાયક શુક્લા જે વિકેટકીપર છે તે પણ મુળ ભારતીય છે. આ ઉપરાંત કરણ સોનાવલે, આર્યન બિષ્ટ, આશિષ ઓડેદરા આ તમામ ખેલાડીઓ પણ ભારતીય મૂળના જ છે. પાકિસ્તાની મૂળના આમિર કલીમ, મોહમ્મદ નદીમ, મોહમ્મદ ઇમરાન, નદીમ ખાન, શાહ ફૈઝલનો પણ ઓમાન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ઓમાનની ટીમમાં મોટે ભાગે ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ છે.

મોહમ્મદ વસીમ એશિયા કપ 2025 માટે યુએઈ ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં ભારતીય મૂળના આયન્શ શર્મા, ધ્રુવ પારાશર, હર્ષિત કૌશિક, રાહુલ ચોપરા, સિમરનજીત સિંહ અને કેરળના અલીશાન શરાફુનો પણ ટીમમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત યુએઈ ટીમમાં પાકિસ્તાની મૂળના આસિફ ખાન, હૈદર અલી, જુનૈદ સિદ્દીકીનો પણ સમાવેશ થાય છે.

હોંગકોંગની ટીમમાં પણ ભારતીય મૂળના કેટલાક ખેલાડીઓ છે. એશિયા કપ 2025માં હોંગકોંગ ટીમનું નેતૃત્વ યાસીમ મુર્તઝા કરી રહ્યો છે. તે મુળ પાકિસ્તાનો છે. 34 વર્ષીય યાસીમ પાકિસ્તાનમાં ઘરેલુ ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે હોંગકોંગ ટીમમાં અંશુમાન રથના રુપમાં એક ભારતીય છે. 27 વર્ષીય અંશુમાન ઓડિશા માટે રણજી ટ્રોફીમાં રમી ચૂક્યો છે. આ ઉપરાંત હોંગકોંગ ટીમમાં ભારતીય મૂળના આયુષ શુક્લા, કિંચિંત શાહનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાની મૂળના બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝકત ખાન મોહમ્મદ, આદિલ મહમૂદ, શાહિદ વાસિફ, અનસ ખાનનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2025માં અફઘાનિસ્તાનને હોંગકોંગ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે. એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ટાઇટલ મેચ 28મી સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ હોંગકોંગનો સામનો કરશે. આ વખતે એશિયા કપની મેચો સંયુક્ત આરબ અમીરાતના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે. હાલ મળતી માહિતી પ્રમાણે સાંજની મેચનો સમય બદલવામાં આવ્યો છે અને તેનું મુખ્ય કારણ ગરમી છે. જેને કારમે હવે સાંજે 6.30 વાગ્યે શરુ થનારી તમામ મેચો સાંજે 8 વાગે એટલે કે દોડ કલાક પાછળ ઠેલવામાં આવી છે. જેથી ખેલાડીઓને ગરમીનો સામનો ઓછો કરવો પડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.