વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત
હરમનપ્રીતને સોંપવામાં આવી કેપ્ટનશીપ, જુઓ સંપૂર્ણ યાદી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
India Women's T20 World Cup Squad: BCCI દ્વારા આગામી વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. શનિવારે મળેલી પસંદગી સમિતિની બેઠક બાદ અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે સ્ટાર બેટર સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવશે. આ મહત્વની બેઠકમાં મુખ્ય કોચ અમોલ મુઝુમદાર, પસંદગી સમિતિના અધ્યક્ષ અમિતા શર્મા અને BCCI સચિવ દેવજીત સૈકિયા હાજર રહ્યા હતા.
વર્લ્ડ કપનું શેડ્યૂલ
આ હાઈ-વોલ્ટેજ ટુર્નામેન્ટની શરૂઆત 12 જૂનથી થવા જઈ રહી છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 14 જૂને કરશે. ભારતને ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ જેવી મજબૂત ટીમો સામે ટકરાવાનું છે. ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે.
The wait is over! ⌛
— BCCI Women (@BCCIWomen) May 2, 2026
🚨 Presenting #TeamIndia’s squad for the ICC Women’s T20 World Cup 2026 🇮🇳
Let's bring out the cheers for #WomenInBlue 🤩#T20WorldCup pic.twitter.com/vZTGtqeTZL
નંદની શર્માનું શાનદાર ડેબ્યૂ
આ ટીમમાં સૌથી આકર્ષક નામ નંદની શર્માનું છે. કાશ્વી ગૌતમ અને અમનજોત કૌર ઈજાને કારણે બહાર થતા 24 વર્ષીય નંદની શર્માને પહેલીવાર વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. નંદનીએ WPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ગુજરાત જાયન્ટ્સ સામે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. તેણે તે મેચમાં 33 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને સમગ્ર સિઝનમાં 17 વિકેટ લઈને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
બેટિંગ અને બોલિંગ ડિપાર્ટમેન્ટ
ટીમના ઓપનિંગની જવાબદારી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માના ખભા પર રહેશે, જ્યારે ત્રીજા ક્રમે જેમિમાહ રોડ્રિગ્સ બેટિંગ કરશે. કેપ્ટન હરમનપ્રીત કૌર મધ્યમ ક્રમમાં ચોથા નંબરે ટીમની કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવશે. વિકેટકીપર તરીકે રિચા ઘોષની પસંદગી કરવામાં આવી છે, જે ડેથ ઓવર્સમાં આક્રમક બેટિંગ માટે જાણીતી છે, જ્યારે યાસ્તિકા ભાટિયા બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં પરત ફરી છે. ફાસ્ટ બોલિંગમાં રેણુકા સિંહ ઠાકુર પેસ એટેકની આગેવાની કરશે, જેને ક્રાંતિ ગૌડ અને અરુંધતિ રેડ્ડી સાથ આપશે. સ્પિન વિભાગની જવાબદારી અનુભવી દીપ્તિ શર્મા પર રહેશે, જેમાં શ્રેયાંકા પાટીલ અને રાધા યાદવ જેવી સ્ટાર સ્પિનરો મહત્વનું યોગદાન આપશે. સાઉથ આફ્રિકા સામે પ્રભાવશાળી પ્રદર્શન કરનાર ભારતી ફુલમાળી અને અનુષ્કા શર્માને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.
ભારત જોઈ રહ્યું છે પ્રથમ ખિતાબની રાહ
વુમન્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા 6 વખત ટાઇટલ જીતીને સૌથી સફળ ટીમ રહી છે. ભારત હજુ સુધી તેના પ્રથમ ખિતાબની રાહ જોઈ રહ્યું છે. આ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે પણ જવાની છે, જેના માટે લોર્ડ્સ ટેસ્ટની ટીમ પણ જાહેર કરવામાં આવી છે.
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાળી, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, શ્રેયાંકા પાટીલ અને રાધા યાદવ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.