ભારતનો ટેસ્ટ ક્રિકેટના નવા યુગમાં દમદાર પ્રવેશ
વેસ્ટ ઇન્ડિઝ સામે ૨-૦થી ક્લીન સ્વીપ: કુલદીપ, ગિલ, યશસ્વી, જાડેજા જીતના હીરો

ટેસ્ટ યુગમાં નવો અધ્યાય લખાઈ રહ્યો છે

ટેસ્ટ યુગમાં નવો અધ્યાય લખાઈ રહ્યો છે
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં ૨-૦થી ક્લીન સ્વીપ કરીને ટેસ્ટ ક્રિકેટના નવા યુગની શાનદાર શરૂઆત કરી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ૭ વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને ૧૪૦ રનથી જીતી હતી.
મેચના પાંચમા દિવસે ભારતે ૧૨૧ રનનો લક્ષ્યાંક કે.એલ. રાહુલ (અણનમ ૫૮) અને સાઈ સુદર્શન (૩૯)ના યોગદાનથી માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સીરિઝ વિજયમાં ભારતના પાંચ મુખ્ય ખેલાડીઓનું પ્રદર્શન નિર્ણાયક રહ્યું, જેઓ જીતના અસલી હીરો બનીને ઉભર્યાં છે:

૧. કુલદીપ યાદવ (સૌથી વધુ વિકેટ લેનાર): કુલદીપ માટે દિલ્હી ટેસ્ટ યાદગાર બની, જ્યાં તેણે કુલ ૮ વિકેટ ઝડપી. આખી સીરિઝમાં ૧૨ વિકેટ સાથે તે સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. કારકિર્દીની માત્ર ૧૫ ટેસ્ટમાં ૬૮ વિકેટ સાથે તેણે ભારતનો મહત્ત્વનો સ્પિનર હોવાનું સાબિત કર્યું.

૨. શુભમન ગિલ (કેપ્ટન અને બેટ્સમેન): કેપ્ટન તરીકે શુભમન ગિલનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું. તેણે કેપ્ટન તરીકેની માત્ર ૧૨ ઇનિંગ્સમાં પાંચ ટેસ્ટ સદી ફટકારીને મહાન ડોન બ્રેડમેનનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. ગિલે દિલ્હી ટેસ્ટમાં ૧૨૯ રનની અણનમ સદી ફટકારીને બેટ સાથેનું પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું અને સીરિઝમાં કુલ ૧૭૯ રન બનાવ્યા.

૩. યશસ્વી જયસ્વાલ (વિશ્વ ક્રિકેટનો સ્ટાર): યશસ્વી જયસ્વાલે ફરી એકવાર પોતાની પ્રતિભાની છાપ છોડી. તેણે દિલ્હી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ૧૭૫ રન બનાવીને ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. તેણે સીરિઝની ત્રણ ઇનિંગ્સમાં કુલ ૨૧૯ રન બનાવ્યા.

૪. રવિન્દ્ર જાડેજા (વિશ્વનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર): જાડેજાએ સાબિત કર્યું કે તે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં કેમ ગણાય છે. તેણે આ સીરિઝમાં કુલ ૮ વિકેટ લીધી અને એક સદી સહિત ૧૨૪ રન બનાવ્યા. દિલ્હી ટેસ્ટમાં પણ તેણે ૪ વિકેટ લીધી હતી.

૫. મોહમ્મદ સિરાજ (નિર્ણાયક બ્રેકથ્રુ મેન): મોહમ્મદ સિરાજ પણ જીતનો મહત્ત્વનો હીરો રહ્યો. દિલ્હી ટેસ્ટની બીજી ઇનિંગમાં જ્યારે શાઈ હોપ સેટ થઈ ગયો હતો, ત્યારે સિરાજે તેને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. તેણે દિલ્હી ટેસ્ટમાં ત્રણ અને આખી સીરિઝમાં કુલ ૧૦ વિકેટ લીધી અને નિર્ણાયક સમયે બ્રેકથ્રુ મેળવી આપવાની પોતાની ક્ષમતા સાબિત કરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.