ભારતે અમદાવાદ ટેસ્ટમાં ઈન્ડિઝને રગદોડ્યું, 1-0 આગળ
જાડેજા-સિરાજની ઘાતક બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝનું શરણાગતિ; ભારતનો દબદબો યથાવત્

ભારતે એક ઇનિંગ અને 140 રને હરાવ્યું

ભારતે એક ઇનિંગ અને 140 રને હરાવ્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ્સ અને 140 રનના વિશાળ માર્જિનથી કારમો પરાજય આપીને શ્રેણીમાં 1-0ની મજબૂત લીડ મેળવી લીધી છે. માત્ર ત્રણ દિવસમાં જ ભારતે આ ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે, જે ભારતીય ક્રિકેટના વર્તમાન વર્ચસ્વનો વધુ એક પુરાવો છે. હવે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 10 ઑક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે.
મેચનો અહેવાલ: સ્પિન અને પેસનો સંગમપ્રથમ દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે યુવા બેટ્સમેનો અને અનુભવી ખેલાડીઓના યોગદાનથી પ્રથમ ઇનિંગ્સ 448/5ના જંગી સ્કોર પર ડિકલેર કરીને 286 રનની જબરદસ્ત લીડ મેળવી હતી.
મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝની બીજી ઇનિંગ્સની શરૂઆત પણ નિરાશાજનક રહી હતી. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે કેરેબિયન ટીમ માત્ર 146 રનમાં જ 45.1 ઓવરમાં સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી એલિક એથેનાઝે (38) અને જસ્ટિન ગ્રીવ્સ (25) જ થોડો સંઘર્ષ કરી શક્યા હતા.
બોલિંગનો ચમકારો:
શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી.
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી.
લેગ સ્પિનર કુલદીપ યાદવે 2 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ મેળવી હતી.
આ વિજયે સ્પષ્ટ દર્શાવ્યું કે ભારતીય પિચો પર ભારતનો મુકાબલો કરવો વેસ્ટ ઇન્ડિઝ માટે કેમ અશક્ય છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ ગૌરવશાળી અને રોમાંચક રહ્યો છે. બંને ટીમો વચ્ચેની સ્પર્ધા દાયકાઓથી ક્રિકેટ ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 99 મેચ રમાઈ છે જેમાંથી ભારતને 24 માં જીત મળી છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝને 30 માં જીત મળી છે. પરંતુ 45 મેચ એવી રહી છે જે અનિર્ણાયક એટલે કે ડ્રોમાં પરીવર્તિત થઈ હતી. ભારતનોં આંકડો ભલે વેસ્ટ ઇન્ડિઝ કરતા ઓછો હોય પણ ભારત છેલ્લા કેટલાક વર્ષમાં પોતાની રમત સુધારી છે.
ઐતિહાસિક આંકડાઓમાં ભલે વેસ્ટ ઇન્ડિઝે શરૂઆતના દાયકાઓમાં વધુ મેચો જીતી હોય, પરંતુ છેલ્લા બે દાયકાથી તસવીર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વેસ્ટ ઇન્ડિઝ 2002 પછી ભારત સામે એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. આ આંકડા સ્પષ્ટપણે વર્તમાન સમયમાં ભારતના એકચક્રીય વર્ચસ્વની સાક્ષી પૂરે છે.
છેલ્લા દશ વર્ષમાં ભારતીય ક્રિકેટની બદલાયેલી પરિસ્થિતિછેલ્લા દાયકામાં (2015 થી અત્યાર સુધી) ભારતીય ક્રિકેટ ટીમમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
ફાસ્ટ બોલિંગમાં ક્રાંતિ: એક સમય હતો જ્યારે ભારત સ્પિનર્સ પર સંપૂર્ણપણે નિર્ભર હતું. જોકે, છેલ્લા દસ વર્ષમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા વિશ્વસ્તરીય ફાસ્ટ બોલરોના ઉદયથી ભારતીય બોલિંગ આક્રમણ વિશ્વમાં સૌથી ઘાતક બની ગયું છે. વિદેશી ધરતી પરની જીતમાં આ ફાસ્ટ બોલિંગની ભૂમિકા નિર્ણાયક રહી છે.
વિદેશી ધરતી પરની જીત: દસ વર્ષ પહેલાં વિદેશમાં ટેસ્ટ જીતવી એક સ્વપ્ન સમાન હતું, પરંતુ હવે ભારતે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં સતત શ્રેણી જીતીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.

રિઝર્વ બેન્ચની તાકાત: હવે ભારતીય ક્રિકેટ પાસે યુવા ખેલાડીઓની મજબૂત રિઝર્વ બેન્ચ છે. ઈજાગ્રસ્ત કે અનફિટ ખેલાડીની ગેરહાજરીમાં પણ યુવા ખેલાડીઓ મેચ વિનિંગ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે, જે ટીમની સ્થિરતાનું મોટું કારણ છે.
ફિટનેસ કલ્ચર: ભૂતકાળની સરખામણીમાં ટીમમાં વ્યાવસાયિક ફિટનેસનું કલ્ચર સ્થાપિત થયું છે, જેના કારણે ખેલાડીઓ લાંબા સમય સુધી સારું પ્રદર્શન જાળવી શકે છે.
અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની આ વિજય, ભારતીય ટીમને ટેસ્ટ ક્રિકેટમાં વધુ મજબૂત અને વર્ચસ્વવાળી ટીમ તરીકે સ્થાપિત કરે છે. બીજી ટેસ્ટમાં પણ ભારતનો દબદબો જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.