ભારત-ઓસ્ટ્રેલિયાની ટક્કર આજે, બરાબરી તોડવા કમર કસી
ગોલ્ડ કોસ્ટમાં આજે ચોથી T-20: મેક્સવેલનું કમબેક, બુમરાહની 100મી વિકેટ પર નજર

આજે ભારત મેચમાં પકડ બનાવવા મેદાને ઉતરશે

આજે ભારત મેચમાં પકડ બનાવવા મેદાને ઉતરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T-20 સિરીઝ આજે વધુ રોમાંચક વળાંક લેવા તૈયાર છે. સિરીઝ અત્યારે 1-1ની બરાબરી પર છે, ત્યારે ચોથી T-20 આજે (ગુરુવારે) ગોલ્ડ કોસ્ટના કરારા ઓવલ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1.45 વાગ્યે શરૂ થશે, જેનો ટૉસ 1.15 વાગ્યે થશે.
મેક્સવેલની વાપસી, હેડને આરામ
ઑસ્ટ્રેલિયન ટીમમાં આજે મોટો બદલાવ જોવા મળી શકે છે. ઈજામાંથી સાજા થયેલો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ મેદાન પર વાપસી કરી શકે છે. બીજી તરફ, ઑસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝની તૈયારી માટે ઓપનર ટ્રેવિસ હેડને સ્ક્વૉડમાંથી મુક્ત કર્યો છે. હવે હેડ શેફિલ્ડ શીલ્ડ મેચ રમશે. તેની જગ્યાએ યુવા ખેલાડી મેથ્યુ શૉર્ટને ઓપનિંગની તક મળી શકે છે.
ભારતીય ટીમમાં પણ બદલાવ છે. સ્પિનર કુલદીપ યાદવને ટેસ્ટ સિરીઝની તૈયારી માટે બાકીની મેચોમાંથી મુક્ત કરાયો છે. હવે તેની જગ્યાએ ચોથી અને પાંચમી T-20માં વૉશિંગ્ટન સુંદર રમતો જોવા મળી શકે છે.
આંકડા શું કહે છે? ભારતનો દબદબો!બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 T-20 મુકાબલા રમાયા છે, જેમાં ભારતે 21 અને ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 જીત્યા છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ ભારતનો રેકોર્ડ શાનદાર છે. અહીં 15 મેચમાંથી ભારતે 8 અને ઓસ્ટ્રેલિયાએ 5 જીતી છે. રસપ્રદ વાત એ છે કે કાંગારૂ ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર ક્યારેય ભારતને T-20 સિરીઝ હરાવી શકી નથી.
ખેલાડીઓ જેમના પર રહેશે નજરજસપ્રીત બુમરાહ: T-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી કરવાથી તે માત્ર 2 વિકેટ દૂર છે. 78 મેચમાં તેના નામે 98 વિકેટ છે. જોકે, લેફ્ટ-આર્મ પેસર અર્શદીપ સિંહ (104 વિકેટ) ભારતના ટૉપ વિકેટ-ટેકર છે.
અભિષેક શર્મા: તેણે સિરીઝની તમામ મેચોમાં તોફાની શરૂઆત આપી છે. તે 3 મુકાબલામાં 167.16ના સ્ટ્રાઇક રેટથી 112 રન બનાવી ચૂક્યો છે.
વરુણ ચક્રવર્તી: ભારત તરફથી તે 4 વિકેટ સાથે ટૉપ બોલર બનેલો છે.
નાથન એલિસ: ઓસ્ટ્રેલિયાના આ ટૉપ વિકેટ ટેકર બોલર ચોથા મુકાબલામાં પણ ભારતની મુશ્કેલીઓ વધારી શકે છે.
ગોલ્ડ કોસ્ટના કરારા ઓવલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં માત્ર 2 T-20 મેચ રમાઈ છે. ટીમ ઇન્ડિયા અહીં પહેલીવાર કોઈ T-20 મુકાબલો રમશે. અહીંનો હાઇએસ્ટ સ્કોર 146 રન છે, જે ઑસ્ટ્રેલિયાએ 2022માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બનાવ્યો હતો. સારી વાત એ છે કે હવામાન વિભાગના મતે, મેચ દરમિયાન વરસાદની સંભાવના નહિવત્ છે અને હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!