IPL માં ઇતિહાસ બની ગયેલી એ 5 ટીમ
IPL ની શરુઆતથી અત્યાર સુધીમાં ઘણી ટીમોએ નામ બદલ્યા છે અને ઘણી ટીમોએ અધવચ્ચે જ રસ્તો બદલી લીધો.

ઇતિહાસ બની ગએલી IPL ની આ 5 ટીમ

ઇતિહાસ બની ગએલી IPL ની આ 5 ટીમ
IPLની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે કોલકાતામાં રમાશે. બંને ટીમ 2008માં તેની પ્રથમ સીઝનથી ટુર્નામેન્ટનો ભાગ છે.
આ વખતે 10 ટીમ ભાગ લેશે, પરંતુ IPLના 18 વર્ષના ઇતિહાસમાં 5 ટીમ એવી રહી છે જે હવે ટુર્નામેન્ટનો ભાગ નથી. ત્યારે આવો જાણીએ IPLમાંથી ગાયબ થયેલી 5 ટીમની કહાની...
કોચી ટસ્કર્સ કેરળ
2010માં રેન્ડેઝવસ સ્પોર્ટ્સ વર્લ્ડે 1555 કરોડમાં કોચી ટીમ ખરીદી. 2011ની IPL સીઝનમાં 10મી ટીમ તરીકે જોડાઈ. મહેલા જયવર્ધને કેપ્ટન હતા, જ્યારે મેક્કુલમ, જાડેજા, મુરલીધરન, આરપી સિંહ, શ્રીસંત જેવા ખેલાડીઓ ટીમમાં હતા. કોચીએ 14માંથી ફક્ત 6 મેચ જીતી અને પ્લેઓફમાં પ્રવેશી શકી નહીં.

યાદગાર ક્ષણ:
15 એપ્રિલ 2011ના રોજ, મુંબઈ ઈન્ડિયન્સ સામે સચિને T20ની એકમાત્ર સદી ફટકારી, પણ કોચીએ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 182 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. મેક્કુલમે 81 રન બનાવ્યા હતા.
ટીમનું અંત:
BCCI સામે બેંક ગેરંટી રિન્યુ ન કરી શકતાં, 19 સપ્ટેમ્બર 2011એ કોચી ફ્રેન્ચાઇઝી રદ થઈ. 2015માં કોર્ટે BCCIને 550 કરોડનું વળતર ચૂકવવાનો હુકમ આપ્યો, પણ ટીમને IPLમાં પરત આવવાની મંજૂરી મળી નહીં.

પુણે વોરિયર્સ ઈન્ડિયા
2010માં સહારા ઇન્ડિયાએ 1700 કરોડમાં પુણે ફ્રેન્ચાઇઝી ખરીદી. 2011માં IPLમાં જોડાયેલી 10મી ટીમ બની. યુવરાજ સિંહ, ગાંગુલી, અને એરોન ફિન્ચે નેતૃત્વ કર્યું. ઉથપ્પા, મનીષ પાંડે, સ્ટીવ સ્મિથ, ભુવનેશ્વર કુમાર, અને નેહરા જેવા ખેલાડીઓ હોવા છતાં, 3 સીઝનમાં ફક્ત 26% મેચ જીતી, અને દર વખતે નીચેના ક્રમે રહી.
યાદગાર ક્ષણ:
23 એપ્રિલ 2013એ RCB સામેની મેચમાં, ક્રિસ ગેલે માત્ર 30 બોલમાં સદી ફટકારી અને 66 બોલમાં 175* રન કર્યા. RCBએ 263 રન બનાવ્યા, જે IPLમાં 10 વર્ષ સુધી સૌથી ઊંચો સ્કોર રહ્યો.
ટીમનું અંત:
2013માં માલિક સુબ્રત રોય 170.2 કરોડની બેંક ગેરંટી રિન્યુ ન કરી શકતા, 26 ઑક્ટોબરે BCCIએ પુણે વોરિયર્સને રદ કરી. સુબ્રતાએ BCCI પર મેચોની સંખ્યા ઘટાડવાનો આરોપ લગાવ્યો અને IPLમાંથી પીછેહટ કરી. પછી, સહારાએ ટીમ ઈન્ડિયાની સ્પોન્સરશિપ પણ રિન્યુ કરી નહોતી.

ડેક્કન ચાર્જર્સ
2008માં DHCLએ 1000 કરોડમાં ડેક્કન ચાર્જર્સ ફ્રેન્ચાઇઝી ખરીદી. ગિલક્રિસ્ટ અને સંગાકારાની કેપ્ટનશીપ હેઠળ 5 સીઝન રમી. સ્ટેન, રોહિત શર્મા, સાયમન્ડ્સ, ગિબ્સ, અને ઓઝા જેવા ખેલાડીઓ હોવા છતાં, ટીમ ફક્ત 38% મેચ જીતી.

શ્રેષ્ઠ ક્ષણ:
2009માં સાઉથ આફ્રિકામાં રમાયેલી IPLમાં, ગિલક્રિસ્ટની આગેવાનીમાં ડેક્કને ટાઇટલ જીત્યું. 2010માં સેમિફાઈનલ સુધી પહોંચી, પરંતુ ચેન્નાઈ સામે હારી. અન્ય સીઝનમાં ટીમ નીચેના ક્રમે રહી.
ટીમનું અંત:
2012માં ફ્રેન્ચાઇઝી નાણાકીય મુશ્કેલીઓમાં ફસાઈ. ઓગસ્ટ સુધી ખેલાડીઓને પગાર ચૂકવી શકી નહીં. BCCIએ ચેતવણી આપ્યા પછી પણ 100 કરોડની બેંક ગેરંટી રિન્યુ ન થઈ, અને 14 સપ્ટેમ્બરે ફ્રેન્ચાઇઝી રદ કરી. 25 ઓક્ટોબરે, સન ટીવી નેટવર્કે 425 કરોડમાં હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી ખરીદી, જે સનરાઇઝર્સ હૈદરાબાદ બની.
કોર્ટ કેસ અને વળતર:
2020માં DHCLએ BCCI સામે કેસ જીત્યો અને 4814 કરોડનું વળતર મેળવ્યું. 2021માં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ફ્રેન્ચાઇઝી ફક્ત 36 કરોડ માટે પાત્ર હતી, પરંતુ IPLમાં પરત ફરી શકી નહીં.

ગુજરાત લાયન્સ
2016માં, કેશવ બંસલે ગુજરાત લાયન્સ ખરીદી. રૈનાની કેપ્ટનશીપમાં જાડેજા, મેક્કુલમ, બ્રાવો, ફિન્ચ અને કાર્તિક જેવા ખેલાડીઓ સાથે 2 સીઝન રમી. 2016માં પોઈન્ટ ટેબલમાં ટોચે રહી, પણ પ્લેઓફમાં હારી. 2017માં ફક્ત 4 જીત સાથે 7મા સ્થાને રહી.

ટીમનું અંત:
CSK અને RR પર 2 વર્ષની પ્રતિબંધ પછી લાયન્સ IPLમાં આવી. 2018માં તેમની વાપસી થતાં, ટીમ વિદાય થઈ. 2022માં ગુજરાત ટાઇટન્સ નવા અવતારમાં જોડાઈ.

રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ
2016માં સંજીવ ગોયેન્કાએ પુણે ફ્રેન્ચાઇઝી ખરીદી. પહેલી સિઝનમાં ધોની, રહાણે, ફાફ ડુ પ્લેસિસ, સ્ટોક્સ, સ્મિથ, અને પીટરસન સાથે રમી, પણ ફક્ત 5 મેચ જીતી અને 7મા સ્થાને રહી. 2017માં સ્મિથે કેપ્ટનશીપ સંભાળી, ટીમને ફાઈનલમાં પહોંચાડી.

યાદગાર ક્ષણ:
ફાઈનલમાં પુણે 129 રનના ટાર્ગેટ સામે 1 રનથી હારી ગયું. અંતિમ બોલ પર 4 રનની જરૂર હતી, પરંતુ ક્રિશ્ચિયન રનઆઉટ થતાં જીત હાંસલ થઈ નહીં.
ટીમનું અંત:
CSK અને RRના સ્થાને 2 વર્ષ માટે લાવેલી આ ટીમ 2018માં વિદાય થઈ. 2022માં ગોયેન્કાએ લખનઉ સુપરજાયન્ટ્સની સ્થાપના કરી, પણ તે ટાઇટલ જીતી શકી નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?