શું CSKને મળ્યો છે ધોનીનો રિપ્લેસમેન્ટ?
CSKમાં ધોનીની જગ્યા રમશે આ સ્ટાર ખેલાડી? કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકિપિંગમાં પણ માહેર
શુ આ ખિલાડી કરશે ધોનીને રિપ્લેસ
શુ આ ખિલાડી કરશે ધોનીને રિપ્લેસ
IPL ટ્રેડ માર્કેટમાં આ સમયે ગરમાવો જોવા મળી રહ્યો છે. સંજુ સેમસન અને રવિચંદ્રન અશ્વિન જેવા મોટા ખેલાડીઓ પણ પોતાની ટીમો છોડી શકે છે. બીજી તરફ, પાંચ વખત ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિની ચર્ચાઓ પણ ચાલી રહી છે. એવામાં, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને લાંબા સમયથી ધોનીના રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતે એક અનુભવી ખેલાડીનું નામ સૂચવ્યું છે.

શ્રીકાંતે પોતાની YouTube ચેનલ પર કેરળના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, "સંજુ એક શાનદાર ખેલાડી છે અને ચેન્નઈમાં તેના ઘણા ચાહકો છે. જો તે પોતાની ટીમ છોડીને CSKમાં આવવા માગે, તો હું તેને પસંદ કરનાર પહેલો વ્યક્તિ હોઈશ."

જોકે, શ્રીકાંતે એમ પણ કહ્યું કે CSK પાસે પહેલાથી જ એક સારો કેપ્ટનશીપનો વિકલ્પ છે: રુતુરાજ ગાયકવાડ. તેમણે કહ્યું કે ગાયકવાડ લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે અને તે ધોનીનો યોગ્ય ઉત્તરાધિકારી છે. શ્રીકાંતના મતે, ધોની કદાચ આ સિઝન સુધી જ રમે, તેથી કેપ્ટનશીપમાં ફેરફાર સરળતાથી થઈ શકે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો રુતુરાજને કેપ્ટનશીપ આપવામાં આવે છે, તો તેને ચાલુ રાખવી જોઈએ.

સંજુ સેમસનની બ્રાન્ડ ઈમેજ અને લોકપ્રિયતા ચેન્નઈમાં સારી છે, પરંતુ CSK પાસે પહેલેથી જ એક સફળ કેપ્ટન તરીકે રુતુરાજ છે. આવામાં હવે એ જોવું રસપ્રદ રહેશે કે CSK મેનેજમેન્ટ આગામી સિઝનમાં કયો રસ્તો અપનાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!