‘કોહલીને બદનામ કરવા પત્રકારોએ મને પૈસાની ઓફર કરી'
જર્મન ઇન્ફ્લુએન્સર લિઝેલનો ચોંકાવનારો ખુલાસો

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Virat Kohli Instagram Controversy: ભારતીય ક્રિકેટ જગતનો દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે, આ વખતે વિવાદ કોઈ રમતને લઈને નહીં પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી થયેલી એક ‘લાઇક’ ને લઈને છે. આ વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. જર્મન ઇન્ફલ્યુએન્સર અને ગાયિકા લિઝેલ (Lizalaaz) એ દાવો કર્યો છે કે કેટલાક પત્રકારોએ વિરાટ કોહલીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેના પર ખોટા આરોપો લગાવવા માટે તેને મોટી રકમની ઓફર કરી હતી.
લિઝેલનો પત્રકારો પર ગંભીર આરોપ
તાજેતરમાં એક મુલાકાતમાં લિઝેલએ મીડિયાના એક વર્ગ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે જણાવ્યું કે, "જ્યારે મારી એક જૂની પોસ્ટને વિરાટ કોહલીના એકાઉન્ટ પરથી લાઇક કરવામાં આવી, ત્યારે અચાનક કેટલાક પત્રકારોએ મારો સંપર્ક કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે હું વિરાટ કોહલી વિશે ખરાબ વાતો બોલું અને તેના ચરિત્ર પર સવાલો ઉઠાવું. આ કામ માટે મને પૈસાની લાલચ પણ આપવામાં આવી હતી." લિઝેલએ વધુમાં ઉમેર્યું કે તેણે આ ઓફરને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કારણ કે તે માત્ર પૈસા કે પ્રચાર માટે કોઈની પ્રતિષ્ઠા સાથે સમાધાન કરવા માંગતી નથી.
"કોહલી મારો ફેવરિટ ક્રિકેટર છે"
લિઝેલએ પોતાની મુલાકાતમાં કોહલી પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું કે, "વિરાટ કોહલી મારા મનપસંદ ક્રિકેટરોમાંનો એક છે. હું પ્રચાર મેળવવા માટે મારા પ્રિય ખેલાડીને ક્યારેય નિશાન નહીં બનાવું." તેણે એ પણ ખુલાસો કર્યો કે જ્યારે આ ઘટના બની ત્યારે તેને તેની જાણ પણ નહોતી. તેણે કહ્યું, "મને ત્યારે જ ખબર પડી જ્યારે મારા ફોન પર સતત કોલ્સ અને મેસેજ આવવા લાગ્યા. મેં તો મારા ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન પણ ચેક કરી નહોતી."
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિરાટ કોહલીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જર્મન-દક્ષિણ આફ્રિકન ઇન્ફ્લુએન્સર લિઝેલ અને જાણીતા ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યની એક જૂની પોસ્ટને ‘લાઇક’ કરવામાં આવી. રસપ્રદ વાત એ છે કે કોહલી લિઝેલને ફોલો કરતો નથી, છતાં આ લાઇક જોવા મળતા સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. ચાહકોએ તરત જ આ ઘટનાને 2025માં અવનીત કૌર સાથે જોડાયેલા સમાન વિવાદ સાથે જોડી દીધી હતી, જેમાં કોહલીએ ‘એલ્ગોરિધમ’ ની ભૂલ હોવાનું સ્પષ્ટિકરણ આપ્યું હતું.
IPL 2026 માં કોહલી અને RCB નું પ્રદર્શન
મેદાનની બહારના આ વિવાદો વચ્ચે વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વર્તમાન સીઝનમાં કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 11 મેચમાં 150.80 ના સ્ટ્રાઇક રેટ અને 34.27 ની સરેરાશથી 377 રન બનાવ્યા છે. ગયા વર્ષની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આ સીઝનમાં પણ પ્રભાવશાળી રમત રમી રહી છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાંથી 7 માં વિજય મેળવ્યો છે અને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં RCB 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને મજબૂત રીતે ઉભી છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલી બાહ્ય વિવાદોને બાજુ પર મૂકીને ટીમને ફરી એકવાર ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.