પાકિસ્તાની મોહમ્મદ આમિર આવતા વર્ષે IPLમાં રમશે?
બ્રિટિશ દેશની નાગરિકતા લઇને ભારતમાં આવશે

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Mohammad Amir IPL Entry : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર આઈપીએલમાં પ્રતિબંધ હોવા છતાં, આમિર આગામી સીઝનની હરાજી (IPL 2027 Auction) માં સામેલ થઈ શકે છે.
મોહમ્મદ આમિર બ્રિટિશ નાગરિક કેવી રીતે બન્યો ?
આમિરે થોડા સમય પહેલા બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી હતી. તેની પત્ની, નરગીસ, બ્રિટિશ નાગરિક હતી.BCCI પાકિસ્તાની ક્રિકેટરોને આઈપીએલમાં રમવાની મંજૂરી આપતી નથી. જો કે, મોહમ્મદ આમિરને હવે સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકતા મળી ગઈ છે. આમિરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ રીપોસ્ટ કરીને પોતાના નેશનાલિટી સ્ટેટસમાં થયેલા આ ફેરફારની પુષ્ટિ કરી છે. તેની પત્ની નરગિસ ખાન બ્રિટિશ નાગરિક હોવાથી આમિર યુકેના પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં હતો, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. બ્રિટિશ નાગરિક બન્યા બાદ હવે આમિર 'બ્રિટિશ ઓવરસીઝ પ્લેયર' તરીકે આઈપીએલ હરાજીમાં પોતાનું નામ નોંધાવવા માટે સંપૂર્ણ લાયક બની ગયો છે.એક પાકિસ્તાની શોમાં આમિરે કહ્યું હતું કે, "જો મને બ્રિટિશ પાસપોર્ટ મળી જશે, તો આગામી વર્ષ સુધી મને આઈપીએલમાં રમવાની તક મળી શકે છે, અને જો તક મળશે તો કેમ નહીં? હું ચોક્કસ આઈપીએલમાં રમીશ."
પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ
મુંબઈ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની ખેલાડીઓને IPL માં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. IPL 2008 માં શરૂ થઈ હતી અને તેમાં પાકિસ્તાની ખેલાડીઓ હતા. શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી, શોએબ મલિક અને સોહેલ તનવીર સહિતના પાકિસ્તાની ખેલાડીઓ અગાઉ લીગમાં રમી ચૂક્યા છે. જોકે, પાકિસ્તાની ખેલાડીઓ પર 2009 માં IPL માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બે વાર નિવૃત્તિ અને શાનદાર કરિયર
34 વર્ષીય મોહમ્મદ આમિર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બે વાર નિવૃત્તિ લઈ ચૂક્યો છે. 2024 ના ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે તેણે નિવૃત્તિ પાછી ખેંચી હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જતાં તેણે ફરીથી સંન્યાસ લઈ લીધો હતો. આમિરે પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વનડે અને 62 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી પણ તેને વર્લ્ડનો બેસ્ટ બોલર ગણાવી ચૂક્યો છે જેનો સામનો કરવામાં તેને પણ તકલીફ પડતી હતી.
અઝહર મહમૂદ IPL માં પણ રમી ચૂક્યો છે
ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર અઝહર મહમૂદ એકમાત્ર ખેલાડી છે જેણે બ્રિટિશ નાગરિકતા મેળવ્યા પછી IPL માં રમ્યો છે. તે 2012 થી 2014 સુધી પંજાબ કિંગ્સ માટે રમ્યો અને પછી 2015 માં કોલકાતા નાઈટ રાઇડર્સમાં જોડાયો. તેણે પોતાને બ્રિટિશ નાગરિક તરીકે નોંધણી કરાવી હતી અને તેથી જ તેને IPL માં રમવાની પરવાનગી મળી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.