'વન્ડર વુમન્સ'ની જીતથી બોલિવૂડ ઝૂમી ઉઠ્યું
ટીમ ઇન્ડિયાએ ગર્વની ક્ષણ આપી: બોલિવૂડે ધન્યવાદ કર્યો અને અભિનંદનની ભરમાર થઇ

'વન્ડર વુમન્સ'ની જીતથી બોલિવૂડ ઝૂમી ઉઠ્યું

'વન્ડર વુમન્સ'ની જીતથી બોલિવૂડ ઝૂમી ઉઠ્યું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો ઇતિહાસ રચ્યો છે. મહિલા ટીમની આ ઐતિહાસિક સિદ્ધિથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, અને તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ ઉત્સાહથી જોડાઈ ગયા છે. ફિલ્મ જગતના દિગ્ગજોએ 'વન્ડર વુમન્સ'ને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
'બિગ બી' અને અભિષેક બચ્ચનનો સંદેશ
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપતા કહ્યું, "જીત ગયે!! ખૂબ ખૂબ અભિનંદન." તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ ખુશી વ્યક્ત કરતા લખ્યું, "કમ ઓન!!! ઇન્ડિયા!!! વર્લ્ડ ચેમ્પિયન્સ. શાબાશ, લેડીઝ."

ભાવુક પ્રિયંકા ચોપરા અને જોશીલા સુનિલ શેટ્ટી
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ વિજય બાદ ભાવુક થઈને લખ્યું કે, "હું વાદળી રંગના હીરોને જોઈને મોટી થઈ છું, પણ આજે, બધા તેમના જેવા દેખાય છે. વર્લ્ડ ચેમ્પિયન. ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન."

જ્યારે અભિનેતા સુનિલ શેટ્ટીએ જીતને દરેક ભારતીય અને યુવા છોકરીઓ માટે સમર્પિત કરી. તેમણે લખ્યું, "પરસેવો, જુસ્સો, હિંમત અને જિગર... ઇતિહાસ આજે ફરી ચમક્યો. સ્વપ્ન ધરાવતી દરેક નાની છોકરી અને ગર્વ અનુભવતા દરેક ભારતીય માટે... જોરથી કહો, આપણે વર્લ્ડ ચેમ્પિયન છીએ."

અન્ય સ્ટાર્સની પ્રતિક્રિયાઓ
અભિનેતા અજય દેવગને આ રાતને અવિસ્મરણીય ગણાવી, જ્યારે શ્રદ્ધા કપૂરે આ જીતને આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા તરીકે જોયું. તેમણે લખ્યું, "છોકરીઓ, અમને આ ક્ષણ આપવા બદલ આભાર. હવે અમે જાણી શકીશું કે ૧૯૮૩માં કેવું લાગ્યું." આ ઉપરાંત, કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર 'ખુશીના આંસુ હજુ પણ વહી રહ્યા છે' લખ્યું, જ્યારે અનુષ્કા શર્મા, અનુષ્કા શેટ્ટી અને કિયારા અડવાણીએ પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપીને તેમની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!