એશિયા કપ ફાઇનલ રેસ: ત્રણ ટીમો વચ્ચે જોરદાર જંગ
શ્રીલંકા બહાર, હવે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ ટિકિટ માટે ટક્કર
ફરી ભારત પાકિસ્તાન ટકરાશે એશિયા કપમાં
ફરી ભારત પાકિસ્તાન ટકરાશે એશિયા કપમાં
એશિયા કપ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, જ્યાં ફાઇનલ માટેની રેસ રોમાંચક બની ગઈ છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ હવે માત્ર ત્રણ ટીમો જ ટાઇટલની રેસમાં સામેલ છે: ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. ગઈકાલે પાકિસ્તાન સામેની હાર બાદ શ્રીલંકાની ટીમ લગભગ બહાર થઈ ગઈ છે. હવે, આ ત્રણ ટીમોમાંથી કોણ 28 સપ્ટેમ્બરે રમાનારી ફાઇનલમાં ટકરાશે, તે અંગે ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા ચરમસીમાએ છે.
)
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ સુપર ફોરની શરૂઆત જ પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમી હાર આપીને કરી હતી. પાકિસ્તાન સામેના વિજયથી ભારતને માત્ર બે પોઈન્ટ જ નહીં, પરંતુ +0.689 નો શાનદાર નેટ રન રેટ પણ મળ્યો છે. આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. જો ભારતીય ટીમ આ મેચ જીતી લે છે, તો ફાઇનલમાં તેમનું સ્થાન લગભગ પાકું થઈ જશે. ભારતીય ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે અને ફાઇનલમાં પહોંચવા માટે ફેવરિટ મનાય છે.

બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. સલમાન આગાની આગેવાનીમાં પાકિસ્તાને સુપર ફોરમાં બે મેચ રમી છે, જેમાં ભારત સામે હાર અને શ્રીલંકા સામે 5 વિકેટથી વિજય મળ્યો છે. જો પાકિસ્તાનને ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે આગામી મેચમાં બાંગ્લાદેશ સામે કોઈપણ ભોગે જીત હાંસલ કરવી પડશે. પાકિસ્તાનનો આગામી મુકાબલો પણ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
બાંગ્લાદેશી ટીમની વાત કરીએ તો, તેમનો રસ્તો સૌથી મુશ્કેલ છે. સુપર ફોરમાં શ્રીલંકા સામે વિજય મેળવ્યા બાદ, તેઓ ભારત સામે કારમી રીતે હાર્યા હતા. જો તેમને ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવી હોય તો આજે ભારત સામે મોટો અપસેટ સર્જીને જીતવું પડશે. જોકે, ભારત સામે તેમના 16-1ના હેડ-ટુ-હેડ રેકોર્ડને જોતા આ કાર્ય ખૂબ જ અઘરું લાગે છે. જો ભારત આજે બાંગ્લાદેશને 17મી વખત હરાવવામાં સફળ થાય છે, તો ફાઇનલમાં પાકિસ્તાન સાથેનો મુકાબલો લગભગ નક્કી થઈ જશે, જે ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટો રોમાંચ હશે.

આમ, એશિયા કપની ફાઇનલ રેસમાં હવે શ્રીલંકા લગભગ બહાર થઈ ગયું છે અને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કાંટે કી ટક્કર જામી છે. આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ ફાઇનલમાં પહોંચનારી ટીમનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.