એશિયા કપ 2025: શું ટીમ ઇન્ડિયામાં થશે મોટા ફેરફાર?
આગામી સમયમાં યોજાનારા એશિયા કપ 2025 માટે ૧૯ ઓગસ્ટના પસંદગી સમીતીના બેઠક પર રહેશે સૌની નજર
શું આ ખિલાડીને મળશે ટીમમાં સ્થાન
શું આ ખિલાડીને મળશે ટીમમાં સ્થાન
આગામી એશિયા કપ ૨૦૨૫ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. ૧૯ ઓગસ્ટના રોજ મુંબઈમાં પસંદગી સમિતિની બેઠક યોજાશે, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠકમાં કેટલાક મોટા અને આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવી શકે છે જે ક્રિકેટ ચાહકોને ચોંકાવી શકે છે.
ઓપનિંગ જોડીમાં બદલાવએક અહેવાલ મુજબ, આ વખતે ઓપનર શુભમન ગિલને ટીમમાં સ્થાન ન મળે તેવી શક્યતા છે. પસંદગી સમિતિ ઓપનર તરીકે અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડીને તક આપી શકે છે. યશસ્વી જાયસ્વાલ ત્રીજા ઓપનિંગ વિકલ્પ તરીકે સામેલ છે. જોકે, જો મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગિલની પસંદગી પર અડગ રહે, તો યશસ્વીને પડતો મૂકવામાં આવી શકે છે.
બોલિંગ લાઈન-અપભારતીય ટીમ માટે ઝડપી બોલિંગ વિભાગમાં પણ ઘણા વિકલ્પો છે. જસપ્રીત બુમરાહનું પુનરાગમન થઈ શકે છે, જ્યારે મોહમ્મદ સિરાજની પસંદગી અનિશ્ચિત જણાઈ રહી છે. સિરાજ ઉપરાંત, પસંદગી સમિતિ પાસે અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણા જેવા યુવા પ્રતિભાઓ પણ ઉપલબ્ધ છે. અનુભવી બોલર મોહમ્મદ શમીને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
મિડલ ઓર્ડર અને ઓલરાઉન્ડર્સઆઈપીએલ ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ અય્યરને આશ્ચર્યજનક રીતે ડ્રોપ કરવામાં આવી શકે છે. મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહને પ્રાધાન્ય મળવાની શક્યતા છે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા સાથે શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન મળી શકે છે, જે ટીમને વધુ સંતુલિત બનાવશે. આ નિર્ણયો ટીમની રચના અને ભવિષ્યની રણનીતિ પર મોટી અસર કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!