અકરમની ICCને અપીલ: IPLમાં પાક.ખેલાડીઓને તક મળે
ખેલને રાજકારણથી અલગ રાખવાની અકરમની માંગ

વસીમ અકરમ

વસીમ અકરમ
વસીમ અકરમની IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને સમાવવા માટે ICCને અપીલ :
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમે ક્રિકેટ જગતમાં રાજકારણના પ્રવેશ પર નારાજગી વ્યક્ત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે ICCને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે, જેથી 'ખેલને રાજકારણથી અલગ' રાખી શકાય. તેમનો સીધો ઇશારો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓ પરના પ્રતિબંધ તરફ હતો, જોકે તેમણે IPLનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો.
'ક્રિકેટમાં રાજકારણ મને નાપસંદ' :
અકરમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને ક્રિકેટમાં રાજકારણ પસંદ નથી અને રમતને તેનાથી દૂર રાખવી જોઈએ. તેમણે માંગ કરી કે લીગ ક્રિકેટમાં મોટા દિલવાળા બનીને દરેક દેશના ખેલાડીઓની પસંદગી થવી જોઈએ. તેમણે કહ્યું કે, "કમનસીબે, આ થઈ રહ્યું નથી અને મને લાગે છે કે અહીં ICC એ દખલ દેવી જોઈએ. ક્રિકેટ બોર્ડ્સે આગળ આવવું જોઈએ. લીગનો માલિક કોણ છે તેનાથી કોઈ ફરક પડવો ન જોઈએ."
આતંકવાદની અસર અને પાક. ખેલાડીઓનું મૌન :
પાકિસ્તાનની સરહદ પારની નાપાક હરકતોના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં સતત તણાવ રહે છે. આ તણાવની અસર એશિયા કપ જેવી ટૂર્નામેન્ટમાં પણ જોવા મળી હતી, જ્યાં ભારત-પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત આમને-સામને આવી, પરંતુ ખેલાડીઓએ હાથ પણ ન મિલાવ્યા. આ અસહયોગનું મુખ્ય કારણ એપ્રિલમાં પહલગામમાં પ્રવાસીઓની ધર્મ પૂછીને કરાયેલી લક્ષિત હત્યાઓ હતી.
આશ્ચર્યની વાત એ છે કે જે વસીમ અકરમ રમતને રાજકારણથી દૂર રાખવાની વાત કરી રહ્યા છે, તેમણે કે અન્ય કોઈ પાકિસ્તાની ખેલાડીએ ક્યારેય પણ આતંકી હુમલાઓની નિંદા કરી નથી. બીજી તરફ, શાહિદ આફ્રિદી જેવા કેટલાક પૂર્વ ક્રિકેટરો ભારત વિરુદ્ધ સતત વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. શોએબ અખ્તરે તો એક ભારતીય મંચ પર આવીને 'હિન્દુ-મુસ્લિમ સાથે રહી શકતા નથી' કહીને ટુ-નેશન થિયરીનું સમર્થન કર્યું હતું, જેનાથી રાજકારણ અને રમતને અલગ રાખવાના પાકિસ્તાની ખેલાડીઓના દાવા પર સવાલો ઊભા થાય છે.
અકરમે ભલે IPLનું નામ ન લીધું હોય, પરંતુ ભારતીય લીગમાં પાકિસ્તાની ખેલાડીઓને તક ન મળતી હોવા તરફ તેમનો ઇશારો સ્પષ્ટ હતો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!