અભિષેક શર્માના બેટથી પાકિસ્તાનીઓની બોલતી થઈ બંધ
પાકિસ્તાની ખેલાડીઓના અપશબ્દોનો જવાબ અભિષેક શર્માએ આપ્યો, ભારતનો 6 વિકેટથી વિજય
અભિષેક શર્મા
અભિષેક શર્મા
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા રોમાંચક હોય છે, અને રવિવારે દુબઈમાં રમાયેલી એશિયા કંપની ક્રિકેટ મેચ પણ તેમાંથી એક હતી. અગાઉની હારથી પાકિસ્તાની ટીમ આ વખતે વધુ આક્રમક હતી. જોકે, તેમનું આ વલણ તેમને ભારે પડ્યું. ભારતે ફરી એકવાર 6 વિકેટથી સરળતાથી વિજય મેળવ્યો. ક્રિકેટ મેચ દરમિયાન, પાકિસ્તાની ખેલાડીઓએ ભારતીય ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની ખેલાડીઓ, જેમાંથી ઘણા પંજાબી હતા, તે પંજાબીમાં અભિષેક અને ગિલને અપશબ્દો બોલી રહ્યા હતા.
અભિષેકે 39 બોલમાં 74 રન કર્યા
ક્રિકેટ મેચ પછી જ્યારે અભિષેક બર્માને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જણાવ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓ કોઈ કારણ વગર દલીલો કરી રહ્યા હતા, જે તેને પસંદ ન આવ્યું. તેણે કહ્યું કે, તેણે તેમની ટિપ્પણીઓનો જવાબ બેટથી આપ્યો અને તેમના ખરાબ વર્તનથી તેને વધુ સારું રમવાની પ્રેરણા મળી. અભિષેકે માત્ર 39 બોલમાં 74 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. અભિષેકે એમ પણ કહ્યું કે, તે ફક્ત તેની ટીમ જીતે તેવું ઈચ્છતો હતો અને તેને ટીમ મેનેજમેન્ટનો પૂરો સપોર્ટ મળ્યો છે.
અભિષેક શર્મા અને પાકિસ્તાની બોલરો વચ્ચે તણાવ
ભારતીય ઈનિંગ્સ દરમિયાન, અભિષેક શર્મા અને પાકિસ્તાની બોલરો હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. ફિલ્ડ પર દલીલ વધી જતાં અમ્પાયરે દરમિયાનગીરી કરીને તેમને અલગ કરવા પડ્યા હતા. બીજી બાજુ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પછી પાકિસ્તાન સામેની ‘દુશ્મનાવટ’ વિશે પૂછવામાં આવતા કહ્યું કે, 'જ્યાં સુધી એક ટીમ 10-12 મેચ જીતે અને બીજી 1 કે 2 મેચ જીતે, ત્યાં સુધી તેને દુશ્મનાવટ ન કહી શકાય." આ બન્ને ટીમો વચ્ચેની 15મી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેમાં ભારતે 12 અને પાકિસ્તાને માત્ર 3 જીત મેળવી છે.
આ પણ વાંચો: પહેલગામના ઘા હજુ તાજા છે, તો પછી ક્રિકેટ કેમ?
અભિષેક અને ગિલની ઓપનિંગ જોડીની પ્રશંસા
સૂર્યકુમાર યાદવે અભિષેક અને ગિલની ઓપનિંગ જોડીની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ 'ફાયર અને આઈસ' જેવું કોમ્બિનેશન છે. તેણે ઉમેર્યું કે, ટીમનું પ્રદર્શન ખૂબ સારું છે અને આનાથી તેનું કામ સરળ થઈ ગયું છે. મેચમાં બોલિંગ અને ફિલ્ડિંગ પર વાત કરતાં, તેણે બુમરાહના ખરાબ દિવસને સામાન્ય ગણાવ્યો અને ફિલ્ડિંગમાં ભૂલો કરનારા ખેલાડીઓ પર મજાકમાં કહ્યું કે, કોચે તેમને ઈ-મેઈલ મોકલ્યો છે.
પાકિસ્તાની કેપ્ટન ટીમે શ્રેષ્ઠ ન રમ્યાનું સ્વીકાર્યું
પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ સ્વીકાર્યું કે, તેમની ટીમે શ્રેષ્ઠ રમત રમી નથી. તેમણે કહ્યું કે, પાવરપ્લેમાં ભારતે મેચ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને તેમને 10-15 વધુ રન બનાવવા જોઈતા હતા. તેણે કહ્યું કે, હવે તેમનું ધ્યાન શ્રીલંકા સામેની આગામી મેચ પર છે.
ભારત બુધવારે બાંગ્લાદેશ સામે રમશે
ભારતની શાનદાર જીત બાદ, કોચ ગૌતમ ગંભીરે 'નન્હા' શબ્દ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી, જ્યારે BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લા, ઇરફાન પઠાણ, હરભજન સિંહ, અને યુવરાજ સિંહ જેવા ભૂતપૂર્વ ખેલાડીઓએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. યુવરાજે અભિષેક અને ગિલની જોડીની ખાસ પ્રશંસા કરી. આ જીત પછી, ભારત બુધવારે બાંગ્લાદેશ સામે રમશે, જ્યારે પાકિસ્તાન મંગળવારે શ્રીલંકા સામે ટકરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.