WhatsAppમાં હવે મેસેજ શેડ્યૂલ કરી શકાશે
વોટ્સએપનું નવું ફીચર: હવે ચોક્કસ તારીખ અને સમયે મેસેજ ઓટોમેટિક મોકલી શકાશે, જાણો વિગતો

વોટ્સએપ મેસેજ શેડ્યૂલ ફીચર

વોટ્સએપ મેસેજ શેડ્યૂલ ફીચર
વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) દ્વારા યુઝર્સની સુવિધામાં વધારો કરવા માટે સતત નવા ફીચર્સ રજૂ કરવામાં આવે છે. આ ક્રમમાં વોટ્સએપ હવે એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ટૂંક સમયમાં યુઝર્સ પોતાના મેસેજને શેડ્યૂલ કરી શકશે, એટલે કે તમે અત્યારે મેસેજ લખીને ભવિષ્યના કોઈ પણ સમય માટે તેને સેટ કરી શકશો અને તે મેસેજ આપમેળે નિર્ધારિત સમયે સેન્ડ થઈ જશે.
બીટા વર્ઝન પર ટેસ્ટિંગ શરૂ :
હાલમાં આ ફીચર iOS યુઝર્સ માટેના ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ બીટા વર્ઝન 26.7.10.72 માં જોવા મળ્યું છે. જોકે, હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજ પર છે, જેનો અર્થ છે કે આગામી સમયમાં તે તમામ બીટા ટેસ્ટર્સ અને ત્યારબાદ સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
જન્મદિવસ અને રીમાઇન્ડર માટે શ્રેષ્ઠ સુવિધા :
મેસેજ શેડ્યૂલિંગ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સને કોઈનો જન્મદિવસ કે એનિવર્સરી વિશ કરવા માટે મધરાત સુધી જાગવાની જરૂર નહીં પડે. યુઝર અગાઉથી જ શુભેચ્છા સંદેશ લખીને તેની તારીખ અને સમય પસંદ કરી શકશે. આ ઉપરાંત, આ ફીચર બિઝનેસ મીટિંગ્સ, રીમાઇન્ડર્સ અને અન્ય મહત્વની સૂચનાઓ મોકલવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યુઝર્સ ચેટ ઇન્ફોમાં જઈને જોઈ શકશે કે તેમણે કેટલા મેસેજ શેડ્યૂલ કર્યા છે, જેનાથી મેસેજ મેનેજમેન્ટ સરળ બનશે.
કંટ્રોલ તમારા હાથમાં: મેસેજ ડિલીટ કરવાની પણ આઝાદી :
આ નવા ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે મેસેજ શેડ્યૂલ કર્યા પછી તમારો વિચાર બદલો છો, તો તમે તેને ગમે ત્યારે ડિલીટ કરી શકો છો. ખાસ વાત એ છે કે શેડ્યૂલ કરેલા મેસેજને ડિલીટ કરવાથી સામેની વ્યક્તિને ખબર પણ નહીં પડે કે તમે કોઈ મેસેજ ડિલીટ કર્યો છે. અત્યાર સુધી આ પ્રક્રિયા માટે થર્ડ પાર્ટી એપ્સ કે iOS શોર્ટકટ્સનો સહારો લેવો પડતો હતો, જે સામાન્ય યુઝર્સ માટે થોડો જટિલ હતો. હવે ઇન-બિલ્ટ ફીચર મળવાથી આ કામ અત્યંત સરળ થઈ જશે.
પર્સનલ અને ગ્રૂપ ચેટ માટે ફ્રી સુવિધા :
આ ફીચર માત્ર પર્સનલ ચેટ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ગ્રૂપ ચેટમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. ગ્રૂપ એડમિન્સ માટે આ એક વરદાન સમાન છે, કારણ કે તેઓ ચોક્કસ સમયે મહત્વની જાહેરાતો શેડ્યૂલ કરી શકશે. અત્યાર સુધી વોટ્સએપ બિઝનેસમાં બ્રોડકાસ્ટ શેડ્યૂલિંગ માટે ચાર્જ લેવામાં આવતો હતો, પરંતુ સામાન્ય યુઝર્સ માટે આ સેવા સંપૂર્ણપણે ફ્રી હોવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.