વોટ્સએપ પર કોઇકને ખોટો મેસેજ મોકલ્યો? આ ટ્રિક તમને અપમાનથી બચાવશે
WhatsApp માં ઘણી બધી શાનદાર સુવિધાઓ ઉપલબ્ધ છે.

ભૂલથી મોકલેલા મેસેજને આ રીતે કરો એડિટ

ભૂલથી મોકલેલા મેસેજને આ રીતે કરો એડિટ
વોટ્સએપ હાલ દરેક વ્યકિતઓ યુઝ કરે છે પરંતુ લોકોને એ ખ્યાલ નથી કે ,આ એપમાં ઘણી ખાસિયતો છે. WhatsApp માં ઘણી બધી શાનદાર સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ સુવિધાઓમાંથી એક એ છે કે તે અપમાનને રોકવામાં મદદ કરે છે. ઘણી વાર ગુસ્સામાં કે ભૂલથી આપણે કંઈક લખીને બીજી વ્યક્તિને મોકલી દઈએ છીએ જે આપણે કદાચ ન લખવું જોઈતું હતું; મેસેજ મોકલ્યા પછી આપણને ઘણીવાર આપણી ભૂલનો અહેસાસ થાય છે. આજે અમે તમને એક અદ્દભુર ટ્રિક જઈ રહ્યા છીએ, જો તમે તેને અનુસરશો, તો મેસેજ મોકલ્યા પછી જો તમને તમારી ભૂલનો ખ્યાલ આવે તો પણ તમે તમારી ભૂલ સુધારી શકો છો.
આ રહી અદ્દભુત ટ્રિક.
આપણે જે યુક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે એડિટ મેસેજ. વોટ્સએપનું આ ફીચર ખૂબ જ ઉપયોગી છે, આ ફીચરની મદદથી તમે મેસેજ મોકલ્યાના 15 મિનિટની અંદર તેને એડિટ કરી શકો છો. ધારો કે તમે કોઈને મેસેજ કર્યો છે અને જો તેણે 15 મિનિટથી તમારો મેસેજ જોયો નથી, તો તમે આ ટ્રિકનો ઉપયોગ કરીને મેસેજને ઝડપથી એડિટ કરી શકો છો. જોકે યુઝર પાસે મેસેજ ડિલીટ કરવાનો વિકલ્પ છે, પરંતુ મેસેજ ડિલીટ કર્યા પછી, આખો મેસેજ ફરીથી લખવાને બદલે મેસેજમાં રહેલી ભૂલ સુધારવી વધુ સારું છે.
WhatsApp મેસેજ એડિટ કરો: આ સુવિધાનો આ રીતે ઉપયોગ કરો
તમે જે મેસેજને એડિટ કરવા માંગો છો તેને લાંબા સમય સુધી દબાવી રાખો, પછી ઉપર દેખાતા ત્રણ બિંદુઓ પર ટેપ કરો અને પછી More પર ક્લિક કરો. આ પછી એડિટ વિકલ્પ દેખાશે, આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમને જૂના મેસેજને એડિટ કરવાની પરવાનગી મળી જશે. આનાથી તમે જૂના મેસેજમાં થયેલી ભૂલ સુધારી શકશો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.