ISRO આજે PROBA-3 મિશન અંતર્ગત સેટેલાઇટ લોન્ચ કરશે
આ મિશનમાં પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV)-C59 સામેલ હશે જે આશરે 550 kg આસપાસ વજન ધરાવતા ઉપગ્રહોનું વહન કરશે.

PROBA-3 મિશન કરાશે આજે લોન્ચ

PROBA-3 મિશન કરાશે આજે લોન્ચ
ઇશરોનું આ PSLV-C59/ PROBA-3 મિશનના અપેક્ષિત પ્રક્ષેપણ સાથે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ જાહેરાત કરી છે. જમા તેમના જણાવ્યા પ્રમાણે ઉપગ્રહો માટે લિફ્ટ-ઓફ 4 ડિસેમ્બર એટલે કે આજે સાંજે 4:06 વાગ્યે આંધ્ર પ્રદેશમાં શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR ખાતેથી કરવામાં આવશે. આ મિશનમાં પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ PSLV-C59 નો સામેલ કરવામાં આવશે, જે આશરે 550 કિલોગ્રામ આસપાસ વજન ધરાવતા ઉપગ્રહોનું વહન કરશે.
આ મિશનમાં 2 અવકાશયાનોનો સમાવેશ થાય છે, જેમ કે કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ (CSC) અને ઓક્યુલ્ટર સ્પેસક્રાફ્ટ (OSC) જે એકસાથે "સ્ટૅક્ડ કન્ફિગરેશન" (એકની ઉપર એક) પ્રમાણે લોન્ચ કરવામાં આવશે. PSLV એ એક પ્રક્ષેપણ વાહન છે જે ઉપગ્રહોને અન્ય વિવિધ પેલોડને ઈસરોની જરૂરિયાતો અનુસાર અવકાશમાં લઈ જવામાં મદદ કરે છે. આ લોન્ચ વ્હીકલ ભારતનું પ્રથમ વાહન છે જે પ્રવાહી બળતણના વિવિધ તબક્સકાઓથી સજ્જ છે. પ્રથમ પીએસએલવી ઓક્ટોબર 1994માં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું.
ISROના જણાવ્યા અનુસાર PSLVC-59માં પ્રક્ષેપણના ચાર તબક્કા હશે. લૉન્ચ વ્હીકલનું કુલ વજન લગભગ 320 ટન છે. અવકાશ સંસ્થાએ એ પણ જાહેર કર્યું કે, કેવી રીતે આ પ્રક્ષેપણ મિશન પીએસએલવીની "વિશ્વસનીય ચોકસાઇ" અને અન્ય એજન્સીઓ સાથેના સહયોગનું ઉદાહરણ પણ આપે છે.
PSLV નું છેલ્લું પ્રક્ષેપણ પીએસએલવી-સી58 હતું, જેણે 01 જાન્યુઆરી, 2024ના રોજ XPOSAT ઉપગ્રહને "પૂર્વ તરફ નીચી ભ્રમણકક્ષા"માં લોન્ચ કર્યો હતો. ઉપગ્રહને (એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ) પણ કહેવામાં આવતું હતું, તે અવકાશી સ્ત્રોતોમાંથી એક્સ-રે ઉત્સર્જનના અવકાશ-આધારિત ધ્રુવીકરણ માપનમાં સંશોધન કરવા માટે ISRO તરફથી દેશનો પ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક ઉપગ્રહ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.