AI વપરાશમાં ભારત દુનિયામાં બીજા નંબરે!
અમેરિકા પછી ભારત સૌથી મોટું માર્કેટ; 82 અબજથી વધુ AI ટ્રાન્ઝેક્શન નોંધાયા; સામે જોખમ પણ..

AI વપરાશમાં ભારત દુનિયામાં બીજા નંબરે

AI વપરાશમાં ભારત દુનિયામાં બીજા નંબરે
ભારત હવે માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નું માર્કેટ નથી રહ્યું, પરંતુ તે વૈશ્વિક સ્તરે 'પાવરહાઉસ' બનીને ઉભર્યું છે. ક્લાઉડ સિક્યુરિટી દિગ્ગજ Zscaler ના 'ThreatLabz 2026 AI સિક્યુરિટી રિપોર્ટ' મુજબ, એન્ટરપ્રાઇઝ AI વપરાશમાં ભારત હવે અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે છે.
જોકે, આ પ્રગતિની સાથે સાયબર સુરક્ષાના ગંભીર જોખમો પણ તોળાઈ રહ્યા છે.
આંકડાકીય હકીકત રિપોર્ટ અનુસાર, જૂનથી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતીય કંપનીઓએ અંદાજે 82.3 અબજ AI/ML ટ્રાન્ઝેક્શન નોંધ્યા છે. એશિયા-પેસિફિક (APAC) ક્ષેત્રમાં થતી કુલ AI પ્રવૃત્તિઓમાં ભારતનો હિસ્સો 46.2% જેટલો તોતિંગ છે. ટેકનોલોજી, ઉત્પાદન અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં AI નો ઉપયોગ સૌથી વધુ જોવા મળ્યો છે.
જોખમની ઘંટડી
માત્ર 16 મિનિટમાં સિસ્ટમ હેક! ઝડપી એડોપ્શનની સામે સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાનું પણ રિપોર્ટમાં બહાર આવ્યું છે. પરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે એડવાન્સ્ડ AI સિસ્ટમ્સ માત્ર 16 મિનિટમાં જ સાયબર હુમલા સામે ઘૂંટણ ટેકવી દે છે.
ડેટા લીક થવાની ઘટનાઓ પણ વધી રહી છે. ChatGPT અને Grammarly જેવી એપ્લિકેશન્સમાં મોટા પાયે કોર્પોરેટ ડેટા શેર થઈ રહ્યો છે, જે ડેટા લોસ પ્રિવેન્શન (DLP) પોલિસીનું ઉલ્લંઘન કરે છે.
ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026 આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે દિલ્હીમાં 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન હાઈ-પ્રોફાઈલ 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ' યોજાવા જઈ રહી છે. આ સમિટમાં NVIDIA ના જેન્સન હુઆંગ, OpenAI ના સેમ ઓલ્ટમેન અને Google ના સુંદર પિચાઈ જેવા વિશ્વના ટોચના ટેક લીડર્સ હાજરી આપવાના છે. આ સમિટમાં 'એજન્ટિક AI' એટલે કે સ્વાયત્ત રીતે કામ કરતી સિસ્ટમ્સના ફાયદા અને જોખમો પર ચર્ચા થશે.
નિષ્ણાતોના મતે, ભારતે જો આ ક્ષેત્રમાં ટકી રહેવું હોય તો 'ઝીરો ટ્રસ્ટ' આર્કિટેક્ચર અને મજબૂત ડેટા પ્રોટેક્શન કાયદાઓ પર ધ્યાન આપવું અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.