સરકારનો મોટો નિર્ણય: 'સંચાર સાથી' ફરજિયાત
90 દિવસમાં તમામ નવા સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરવી પડશે, Apple માટે મોટો પડકાર

સંચાર સાથી એપ રાખવી ફરજીયાત

સંચાર સાથી એપ રાખવી ફરજીયાત
ભારત સરકારે દેશના ટેલિકોમ અને ડિજિટલ સુરક્ષા ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ અને વિવાદાસ્પદ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ ઉત્પાદક કંપનીઓને ખાનગીમાં સૂચના આપી છે કે તમામ નવા સ્માર્ટફોન પર કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત સાયબર સુરક્ષા એપ્લિકેશન 'સંચાર સાથી' પૂર્વ-સ્થાપિત (પ્રીલોડ) કરવામાં આવે. યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં.
આ નિર્ણયથી Apple અને Samsung જેવી વૈશ્વિક કંપનીઓ માટે પડકારો ઊભા થશે, તો સાથે જ યુઝર્સની પ્રાઇવસી પર પણ તેની અસર પડશે.
સાયબર ગુના રોકવાનો સરકારી હેતુભારત સરકારે આ પગલું સાયબર ગુના અને ટેલિકોમ છેતરપિંડીના વધતા પડકારોને ધ્યાનમાં રાખીને લીધું છે. સરકારનું ધ્યેય આના દ્વારા હાંસલ કરવાનું છે:
ચોરાયેલા ફોનનો દુરુપયોગ અટકાવવો.
નકલી IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરોના ગેરકાયદે ઉપયોગને રોકવો.
નાગરિકોને એક વિશ્વસનીય સરકારી સુરક્ષા સેવા પ્રદાન કરવી.
સરકારની દલીલ છે કે 'સંચાર સાથી' એપ કેન્દ્રીય ડેટાબેઝનો ઉપયોગ કરીને ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને તમામ નેટવર્ક પર બ્લૉક અને ટ્રેક કરવામાં મદદરૂપ છે. જાન્યુઆરીમાં લોન્ચ થયા પછી, આ એપ્લિકેશન ૭ લાખથી વધુ ફોનને પુનઃપ્રાપ્ત કરવામાં અને ૩ કરોડથી વધુ બનાવટી કનેક્શનને બંધ કરવામાં સફળ રહી છે.
90 દિવસમાં અમલનો આદેશમંત્રાલય દ્વારા ૨૮ નવેમ્બરના રોજ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને નીચે મુજબની સૂચનાઓ અપાઈ છે:
આગામી ૯૦ દિવસમાં 'સંચાર સાથી' એપ તમામ નવા મોબાઇલ ફોનમાં પ્રિ-ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે.
જે મોબાઇલ ગ્રાહકો દ્વારા ખરીદીને ઉપયોગમાં છે, તેમાં પણ કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ દ્વારા આ એપ પહોંચાડી દેવાની રહેશે.
સરકારના આ પગલાંની પ્રાઇવસીના હિમાયતીઓ દ્વારા ટીકા થઈ રહી છે. તેમનું કહેવું છે કે કોઈ પણ એપને ફરજિયાત ઇન્સ્ટોલ કરવું એ યુઝર્સની સંમતિ અને પસંદગીના અધિકારનું ઉલ્લંઘન છે, અને યુઝર્સનો અંગત ડેટા સુરક્ષિત રહેશે તેની કોઈ ગેરંટી નથી.
વૈશ્વિક સ્તરે, Apple કંપની હંમેશાં કોઈપણ સરકારી કે થર્ડ-પાર્ટી એપ્લિકેશનને તેના ડિવાઇસ પર ફરજિયાત પ્રિ-ઇન્સ્ટોલના વિરોધમાં રહી છે. તેથી ભારત સરકારનો આ નિર્ણય એપલ માટે એક મોટો નીતિગત પડકાર ઊભો કરી શકે છે.
નિષ્ણાતો માને છે કે એપલ જેવી કંપનીઓ કડક વિરોધ કરી શકે છે, પરંતુ વ્યાવસાયિક જોખમ ટાળવા માટે સમાધાનકારી માર્ગ પણ અપનાવી શકે છે, જેમ કે ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલને બદલે સેટઅપ દરમિયાન ઇન્સ્ટોલ કરવા માટે યુઝર્સને પ્રોત્સાહિત કરવાનો વિકલ્પ આપવો. આગામી સમયમાં સરકાર અને ટેક કંપનીઓ વચ્ચે આ મુદ્દે વાટાઘાટો થવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ AIના વધતા ખર્ચ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના ભવિષ્ય અંગે મહત્ત્વની વાત કરી છે. તેમના મતે, AI અને કોડ વેરિફિકેશન ટેક્નોલોજીના સંયોજનથી કોડિંગની ઝડપ 10થી 100 ગણી વધી શકે છે. આ બદલાવથી સોફ્ટવેર ડેવલપર્સની કામગીરી અને જરૂરી કુશળતામાં શું ફેરફાર આવશે? જાણો સંપૂર્ણ અપડેટ.

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.