રાહુનું રાશિ પરિવર્તન: બે રાશિઓ માટે મુશ્કેલ સમય
વર્ષ 2026માં મકર અને કુંભ રાશિના જાતકોએ સાવધ રહેવું પડશે; આર્થિક અને માનસિક તણાવની શક્યતા

બે રાશિઓ માટે મુશ્કેલ સમય

બે રાશિઓ માટે મુશ્કેલ સમય
વર્ષ 2026ના અંતિમ ચરણમાં રાહુ ગ્રહ પોતાની ચાલ બદલશે. 5 ડિસેમ્બર, 2026ના રોજ રાહુ કુંભ રાશિમાંથી વિદાય લઈને શનિના આધિપત્ય વાળી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિની રાશિઓમાં રાહુનું આ ભ્રમણ મકર અને કુંભ રાશિના જાતકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે.
મકર રાશિ: આર્થિક સાવધાનીની જરૂર મકર રાશિના જાતકો માટે આ સમયગાળો નાણાકીય મોરચે ઉતાર-ચઢાવ લાવી શકે છે:
વ્યવસાય: કાર્યસ્થળ પર સિનિયર્સ કે સહકર્મીઓ સાથે અણબનાવ થઈ શકે છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.
રોકાણ: શેરબજાર, સટ્ટાબાજી કે શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચ ભારે પડી શકે છે. મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
સજાગતા: દેવું કે લોન લેતી વખતે કાળજી રાખવી અને ખરાબ સંગતથી દૂર રહેવું હિતાવહ છે.
કુંભ રાશિ: વાણી અને વર્તન પર સંયમ કુંભ રાશિના જાતકો માટે રાહુનો પ્રભાવ માનસિક અશાંતિ પેદા કરી શકે છે:
સ્વભાવ: આળસ, ક્રોધ અને અહંકાર તમારા કામ બગાડી શકે છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો પસ્તાવો કરાવી શકે છે.
પારિવારિક જીવન: વિવાહિત જીવનમાં ખટરાગ કે જીવનસાથી સાથે મતભેદ વધવાની શક્યતા છે. ઘરમાં સુખ-શાંતિ જાળવવા માટે ધીરજ ધરવી પડશે.
વ્યાવસાયિક દબાણ: નોકરીમાં કામનું ભારણ વધતા માનસિક તણાવ અનુભવાઈ શકે છે.
રાહુના દુષ્પ્રભાવથી બચવાના ઉપાયો: જો તમને રાહુના કારણે સતત અવરોધો આવી રહ્યા હોય, તો જ્યોતિષીઓ નીચે મુજબના સરળ ઉપાયો સૂચવે છે:
મંત્ર જાપ: દરરોજ અથવા દર સોમવારે 'ૐ રાં રહેવે નમઃ' મંત્રની ૧૦૮ વાર માળા કરવી.
શિવ પૂજા: સોમવારે શિવલિંગ પર જળ અને કાળા તલ અર્પણ કરવાથી રાહુનો પ્રકોપ શાંત થાય છે.
દાન-પુણ્ય: ગરીબોને મદદ કરવાથી અને કાળા વસ્ત્ર કે અડદનું દાન કરવાથી અશુભ પ્રભાવ ઓછો થાય છે.
રત્ન: જાણકાર જ્યોતિષની સલાહ લઈને રાહુને શાંત કરતું રત્ન ધારણ કરી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.