જાણો મકર અને કુંભ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ? જાણો પંચાંગ માર્ગદર્શન...
રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જે નવા કાર્યો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ...

શુભ અને અશુભ સમય...

શુભ અને અશુભ સમય...
પંચાંગ માર્ગદર્શન: સોમવાર, 9 જૂન, 2025
શ્રી ગણેશ ઉપાસક, શ્રીમદ્ ભાગવત કથાકાર, શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱9924233030📱
પંચાંગ વિગતો...
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
અનલ નામ સંવત્સર
ઉત્તરાયણ
ગ્રીષ્મ ઋતુ
તારીખ: 9 જૂન, 2025, સોમવાર
જેષ્ઠ માસ, શુક્લ, સુદ પક્ષ
ત્રયોદશી/ચતુર્દશી તિથિ
વિશાખા/અનુરાધા નક્ષત્ર
શિવ/સિદ્ધ યોગ
આજે જન્મેલા બાળકનું રાશિ: વૃશ્ચિક (ન, ય) આવશે.
આજના ધાર્મિક ઉત્સવ અને વ્રત:
આજે બુધ ગ્રહનો પશ્ચિમ દિશામાં ઉદય થશે.
રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જે નવા કાર્યો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનો શુભ અને અશુભ સમય:
અશુભ સમય:
રાહુ કાળ: સવારે 07:43 થી 09:24 વાગ્યા સુધી.
યમઘંટ કાળ: સવારે 11:05 થી 12:46 વાગ્યા સુધી.
રાહુ કાળનો વાસ: વાયવ્ય દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થઈ શકે છે.
આજે પૂર્વ દિશામાં દિશાશૂળ છે. યાત્રા-પ્રવાસ કરવા માટે અશુભ છે, અકસ્માત કે નુકસાન થઈ શકે છે.
શુભ સમય:
સૂર્યોદય: સવારે 06:02 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:29 વાગ્યે.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:19 થી 01:12 વાગ્યા સુધી.
અમૃતકાળ: 9 જૂન, સવારે 05:41 થી 9 જૂન, સવારે 07:28 વાગ્યા સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 03:00 થી 03:54 વાગ્યા સુધી શુભ સમય છે.
આજે મકર રાશિ અને કુંભ રાશિ માટે ઉપાય:
મકર રાશિ (ખ, જ) માટે ઉપાય:
મકર રાશિના જાતકોને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી લક્ષ્મી દેવીની મૂર્તિ કે છબીને ગંગાજળથી શુદ્ધ કરો. કંકુ, ચંદન, ચોખા, ગુલાબ પુષ્પ, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરો. કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવો. "ૐ મહાલક્ષ્મી નમઃ" મંત્રની 12 માળા કરો. અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી મહાલક્ષ્મી પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
મકર રાશિ (ખ, જ) માટે દાન ઉપાય:
શનિ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેમ કે, 1 મીટર કાળું કપડું, 50 ગ્રામ કાળી અડદ, 50 ગ્રામ કાળા તલ, લોખંડની ખીલ, 50 ગ્રામ તેલ, નારિયેળ, પૂજાની સોપારી, સિંદૂરની પૂડી બ્રાહ્મણને દાન કરો. કાર્યમાં સફળતા મળશે.
કુંભ રાશિ (ગ, સ, ષ) માટે ઉપાય:
કુંભ રાશિના જાતકોને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી ગણેશજીની પૂજા કરો. ગણેશજીની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો. કંકુ, ચંદન, ચોખા, ગુલાબ, પુષ્પ, દૂર્વા, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરો. લાડુ, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવો. "ૐ ગં ગણપતયે નમઃ" મંત્રની 12 માળા કરો. અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી ગણેશજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કુંભ રાશિ (ગ, સ, ષ) માટે દાન ઉપાય:
શનિ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેમ કે, 1 મીટર કાળું કપડું, 50 ગ્રામ કાળી અડદ, 50 ગ્રામ કાળા તલ, લોખંડની ખીલ, 50 ગ્રામ તેલ, નારિયેળ, પૂજાની સોપારી, સિંદૂરની પૂડી બ્રાહ્મણને દાન કરો. કાર્યમાં સફળતા મળશે.
શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.