ગ્રહદોષ શાંતિ માટે મિથુન અને કન્યા રાશિના જાતકો માટે વિશેષ ઉપાય!
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન

આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
શ્રી ગણેશ ઉપાસક
શ્રીમદ્ ભાગવત કથાકાર
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
(Whatsapp 9924233030)
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત 2081 - શાલીવાહન શક 1946 - અનલ નામ સંવત્સર - ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ.
તારીખ 20/06/2025 શુક્રવાર.
જેઠ માસ, કૃષ્ણ, વદ પક્ષ.
નોમ/દશમ તિથિ છે.
રેવતી નક્ષત્ર છે.
શોભન યોગ છે.
આજે જન્મેલા બાળક કી મીન રાશિ (દ, ચ, ઝ, થ) આવશે.
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજ પંચક છે/ સર્વાર્થ સિદ્ધિ યોગ અને મધુસર્પીસ યોગ છે. નવા કાર્ય પ્રારંભ કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
આજ રાહુ કાળ 11:07 a.m. થી 12:48 p.m. સુધી અશુભ સમય છે.
આજનો યમઘંટ કાળ 04:11 p.m. થી 05:52 p.m. સુધી અશુભ સમય છે.
આજ રાહુ કાળનો વાસ અગ્નિ કોણ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરો, નુકસાન થશે.
આજ પશ્ચિમ દિશામાં દિશાશૂળ છે. યાત્રા, પ્રવાસ કરવા માટે અશુભ છે, દુર્ઘટના અને નુકસાન થઈ શકે છે.
આજ સૂર્યોદય સવારે 06:02 વાગ્યે છે, સૂર્યાસ્ત સાંજે 07:29 વાગ્યે થશે.
આજ અભિજીત મુહૂર્ત 12:20 p.m. થી 01:14 p.m. સુધી શુભ સમય છે.
આજ અમૃતકાલ 06:03 a.m. થી 09:45 p.m. સુધી છે.
વિજય મુહૂર્ત 03:00 p.m. થી 03:54 p.m. સુધી શુભ સમય છે.
આજનું મિથુન રાશિ અને કન્યા રાશિ માટે ઉપાય
મિથુન રાશિ (ક, છ, ઘ) નો ઉપાય
મિથુન રાશિ (ક, છ, ઘ) વાળા જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે શ્રી લક્ષ્મીજી અને દુર્ગા દેવીની પૂજા કરવી. પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરવો. સિંદૂર, કુમકુમ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને ખીર, મીઠાઈનો ભોગ અર્પણ કરવો. "ॐ દુર્ગા દેવી નમઃ ॐ મહાલક્ષ્મી નમઃ" મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે.
મિથુન રાશિ (ક, છ, ઘ) દાન ઉપાય
મિથુન રાશિ (ક, છ, ઘ) વાળા વ્યક્તિએ આજે બુધ ગ્રહ સંબંધિત લીલો કપડો 1 મીટર, આખા મગ 250 ગ્રામ, વરિયાળી 50 ગ્રામ, નાળિયેર, પૂજાની સોપારી, ગોળ 250 ગ્રામ, સિંદૂરની પૂડી, ગણેશ અથર્વશીર્ષની પુસ્તક, લીલી શાકભાજી બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
કન્યા રાશિ (પ, ઠ, ણ) નો ઉપાય
કન્યા રાશિ (પ, ઠ, ણ) વાળા જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શિવ પૂજા કરવી. ગંગાજળ, દૂધ, ગુલાબજળ, શેરડીનો રસ, નાળિયેર પાણીથી અભિષેક કરવો. ચંદન, પુષ્પ, બીલીપત્ર, ધૂપ, દીપ અર્પણ કરવા. સુખડી, ખીર, પંચામૃત, દૂધપાકનો ભોગ અર્પણ કરવો. "ॐ નમઃ શિવાય" મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શિવજીની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
કન્યા રાશિ (પ, ઠ, ણ) દાન ઉપાય
બુધ ગ્રહ માટે - લીલો કપડો 1 મીટર, આખા મગ 250 ગ્રામ, વરિયાળી 50 ગ્રામ, નાળિયેર, પૂજાની સોપારી, ગોળ 250 ગ્રામ, સિંદૂરની પૂડી, ગણેશ અથર્વશીર્ષની પુસ્તક, બ્રાહ્મણને દાન કરવાથી કાર્યમાં સફળતા મળશે.
શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.