વિનાયક ચતુર્થીનો શુભ યોગ, જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ...!
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

શુભ અને અશુભ સમય માર્ગદર્શન

શુભ અને અશુભ સમય માર્ગદર્શન
।। શ્રી ગણેશ ઉપાસક ।।
।। શ્રીમદ ભાગવત કથાકાર ।।
।। શાસ્ત્રી શ્રી કમલેશભાઈ પંડ્યા ।।
M.phil B.ed. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱 9924233030 📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારા વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, benifit news ચેનલ જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સર: અનલ નામ
ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ
તારીખ: 30/05/2025, શુક્રવાર
માસ: જેઠ
પક્ષ: શુક્લ (સુદ)
તિથિ: ચતુર્થી
નક્ષત્ર: પુનર્વસુ
યોગ: ગંડ
આજે જન્મેલા બાળક: મિથુન રાશિ (ક, છ, ઘ અક્ષર)
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે વિનાયક ચતુર્થી છે. શ્રી ગણેશ પૂજા, અભિષેક, જાપ કરવા શ્રેષ્ઠ છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ છે, જે નવા કાર્યો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ બનાવે છે.
શુભ અને અશુભ સમય માર્ગદર્શન
અશુભ સમય
રાહુ કાળ: સવારે 11:04 થી બપોરે 12:45 સુધી.
યમઘંટ કાળ: સાંજે 04:05 થી સાંજે 05:46 સુધી.
રાહુ કાળ વાસ: અગ્નિ કોણ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થઈ શકે છે.
દિશાશૂળ: આજે પશ્ચિમ દિશામાં દિશાશૂળ છે. આ દિશામાં યાત્રા કે પ્રવાસ કરવાથી દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
શુભ સમય
સૂર્યોદય: સવારે 06:03 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:25 વાગ્યે.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:28 થી બપોરે 01:11 સુધી.
અમૃત કાળ: સાંજે 07:12 થી રાત્રે 08:43 (મે 28 સુધી).
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી બપોરે 03:50 સુધી.
આજના રાશિ ઉપાય
ધન રાશિ (ભ, ધ, ઢ) માટે ઉપાય
ધન રાશિના જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી હનુમાનજીની પૂજા કરવી. સવારે ઉઠીને હનુમાનજીને પ્રણામ કરો અને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્રો પહેરીને મંદિરની સાફ-સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. ચોકી પર લાલ વસ્ત્ર પાથરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. હનુમાનજીને વસ્ત્ર પહેરાવો અને રોલી, અક્ષત અને પુષ્પ અર્પણ કરો. ચમેલીના તેલનો દીપક પ્રગટાવો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. સંકટમોચન હનુમાનજીની આરતી કરો. બુંદીના લાડુનો ભોગ ધરાવો. અંતમાં પ્રસાદનું વિતરણ કરો. "ॐ हनुમંते नमः" મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી હનુમંત પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
ધન રાશિ (ભ, ધ, ઢ) માટે દાન ઉપાય
ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેવી કે પીળું કપડું (1 મીટર), ગોળ (250 ગ્રામ), ચણાની દાળ (250 ગ્રામ), નાળિયેર, પૂજાની સોપારી, મિશ્રી (100 ગ્રામ), ઘી (50 ગ્રામ), પીળા ફૂલ, પીળા ફળ, હળદરની ગાંઠ (5 નંગ), ખારેક (100 ગ્રામ) બ્રાહ્મણને દાન કરો, કાર્યમાં સફળતા મળશે.
મીન રાશિ (દ, ચ, ઝ, થ) માટે ઉપાય
મીન રાશિના જાતકોએ અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે શ્રી શંકર ભગવાનની પૂજા કરવી. ગંગાજળ, દૂધ, મધથી અભિષેક કરો. શુદ્ધ જળથી સ્નાન કરાવો. ચંદન, અક્ષત, ગુલાબ, પુષ્પ, બીલીપત્ર, ધૂપ, દીપ, ફૂલોની માળા અર્પણ કરો. દૂધની મીઠાઈ, કાજુ, બદામ, કિસમિસ અને ફળનો ભોગ ધરાવો. "ॐ નમઃ શિવાય" મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. શ્રી શંકર ભગવાનની પૂજા કરવાથી શારીરિક, માનસિક અને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
મીન રાશિ (દ, ચ, ઝ, થ) માટે દાન ઉપાય
ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેવી કે પીળું કપડું (1 મીટર), ગોળ (250 ગ્રામ), ચણાની દાળ (250 ગ્રામ), નાળિયેર, પૂજાની સોપારી, મિશ્રી (100 ગ્રામ), ઘી (50 ગ્રામ), પીળા ફૂલ, પીળા ફળ, હળદરની ગાંઠ (5 નંગ), ખારેક (100 ગ્રામ) બ્રાહ્મણને દાન કરો, કાર્યમાં સફળતા મળશે.
।। શ્રી ગણેશજી તમારું કલ્યાણ કરે ।।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.