કર્ણાટકનું મુરુડેશ્વર મંદિર: શિવભક્તિનું ધામ
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના ભટકલમાં સ્થિત મુરુડેશ્વર મંદિર, આધ્યાત્મિકતાનું મિશ્રણ
મુરુડેશ્વર મંદિર શિવભક્તિનું ધામ
મુરુડેશ્વર મંદિર શિવભક્તિનું ધામ
શ્રાવણ માસ, દેવાધિદેવ મહાદેવને પ્રિય મહિનો, ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિનામાં દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ખાસ અવસરે, આપણે એક એવા પૌરાણિક અને ભવ્ય મંદિરની વાત કરીશું જે તેની અદ્ભુત સ્થાપત્ય અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના ભટકલ તાલુકામાં સ્થિત મુરુડેશ્વર મંદિર, આધ્યાત્મિકતા, પૌરાણિક કથાઓ અને કુદરતી સૌંદર્યનું અનોખું મિશ્રણ છે.
અદ્ભુત સ્થાપત્ય અને ભવ્ય પ્રતિમાઓ
અરબી સમુદ્રના કિનારે, કંડુકા ટેકરી પર બનેલું આ મંદિર ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેની ઓળખ ૧૨૩ ફૂટ ઊંચી શિવ પ્રતિમા અને ૨૩૭ ફૂટ ઊંચા ગોપુરમને કારણે વિશ્વભરમાં થઈ છે. આ ભવ્ય શિવ પ્રતિમા વિશ્વની બીજી સૌથી ઊંચી શિવ પ્રતિમા છે, જેને પૂર્ણ થતાં લગભગ બે વર્ષ લાગ્યા હતા.
ગોપુરમની ભવ્યતા અને મનોહર દ્રશ્યોમંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર, રાજા ગોપુરમ, ૨૩૭ ફૂટ ઊંચું અને ૨૦ માળનું છે, જે ભારતનું બીજું સૌથી ઊંચું ગોપુરમ છે. પ્રવાસીઓ અહીં લિફ્ટનો ઉપયોગ કરીને ઉપરના માળે જઈ શકે છે અને ત્યાંથી અરબી સમુદ્ર, પશ્ચિમ ઘાટ અને શિવ પ્રતિમાનું મનોરમ દ્રશ્ય જોઈ શકે છે. આ દ્રશ્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
રામાયણ કાળ અને પૌરાણિક વાર્તા
મુરુડેશ્વર મંદિરનો ઇતિહાસ શિવ પુરાણ અને રામાયણ કાળ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર, લંકાપતિ રાવણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. શિવે તેમને આત્મલિંગ આપ્યું, જે અમરત્વ અને અપાર શક્તિનું પ્રતીક હતું. દેવતાઓને ડર હતો કે રાવણ આ શક્તિનો દુરુપયોગ કરશે, તેથી તેમણે રાવણને આત્મલિંગ જમીન પર મૂકવા માટે યુક્તિ કરી. રાવણ ગુસ્સે થઈને આત્મલિંગને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અચલ રહ્યું. આ પ્રક્રિયામાં આત્મલિંગને ઢાંકેલું વસ્ત્ર મુરુડેશ્વર પર પડ્યું અને આ સ્થાન પવિત્ર બન્યું. ત્યારથી આ સ્થળ ભગવાન શિવના ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.
સ્થાપત્ય અને આધ્યાત્મિક કેન્દ્રમંદિરનું સ્થાપત્ય ચાલુક્ય અને કદંબ શૈલીનું દ્રવિડ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિર પરિસરમાં ભગવાન શિવની વિશાળ પ્રતિમા ઉપરાંત એક સુવર્ણ સૂર્ય રથ પણ છે, જેમાં મહાભારતના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે, ખાસ કરીને અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા ગીતાના ઉપદેશો મળતા હોય તે દ્રશ્ય. અહીં એક ગુફા મંદિર પણ છે, જેમાં શિલ્પો દ્વારા રાવણ અને આત્મલિંગની વાર્તા દર્શાવવામાં આવી છે.

મુરુડેશ્વર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ એક મુખ્ય પર્યટન સ્થળ પણ છે. તેના સુંદર બીચ, ભવ્ય મંદિર અને કુદરતી સૌંદર્ય તેને પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષક બનાવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં જલાભિષેક અને રુદ્રાભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો માટે શિવભક્તોની ભારે ભીડ રહે છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર